ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં મોટો વધારો નોધાયો છે./ રાજ્યમાં દૈનિક કેસનો આંક ૧૦૦૦ને પાર કરી ચુક્યો છે. ત્યારે રાજ્ય સરકાર અને સ્થાનિક મનપા દ્વારા ઘણા નિયમો નાખી દેવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ મનપા દ્વારા શહેરમાં ચાલતી AMTS અને BRTS બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.
હાલમાં જ ગુજરાત યુનિ. દ્વારા પરિક્ષ અંગે પણ જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને વિધાર્થી પાંખ ABVP દ્વારા યુનિ.ના કુલપતિને રજૂઆત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને પરીક્ષાને લઈ મુશ્કેલી પડી રહી છે. વિદ્યાર્થીઓ પરિક્ષા કેન્દ્ર સુધી પહોચવા માટે બસની વ્યવસ્થા કરવા માટે કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. આશરે 70 હજાર જેટલા વિધાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા કરવા માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના કેસમાં વધારો થતા તંત્ર દ્વારા amts અને brts બસ સેવા આજ રોજથી બંધ કરવામાં આવી છે. તો અમદાવાદ ખાતે બાગ-બગીચા, ચિલ્ડ્રન્સ પાર્ક, રીવર ફ્રન્ટ વોકવે અને ગાર્ડન એરિયા અને કલબો બંધ કરવામાં આવી છે. અને તમામ સ્થળે નીયમોનું ચુસ્ત પાલન થાય તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
