Not Set/ ભાવનગરમાં રખડતા ઢોરોનો વધ્યો ત્રાસ, તંત્ર ઘોર નિંદરમાં દેખાયુ

ભાવનગર શહેરમાં રોડ રસ્તાઓ પર ઢોરનાં ત્રાસથી વાહન ચાલકો તોબા પોકારી ગયા છે. ભાવનગર શહેરમાં રોજ કોઈ ને કોઈ વિસ્તારમાં ખુંટિયાએ કોઇ ને કોઇને મારી પછાડી દીધા હોય તેવો એક બનાવ બનતો જ હોય છે. હાલ ચોમાસાની સીઝનમાં ભીની થયેલી જમીન અને માખી મચ્છરથી બચવા રાખતા બિનવારસી ખુટિયા રોડ પર આવીને પોતાનો અડીંગો જમાવી દે […]

Top Stories Gujarat
rakhadta dhor ભાવનગરમાં રખડતા ઢોરોનો વધ્યો ત્રાસ, તંત્ર ઘોર નિંદરમાં દેખાયુ

ભાવનગર શહેરમાં રોડ રસ્તાઓ પર ઢોરનાં ત્રાસથી વાહન ચાલકો તોબા પોકારી ગયા છે. ભાવનગર શહેરમાં રોજ કોઈ ને કોઈ વિસ્તારમાં ખુંટિયાએ કોઇ ને કોઇને મારી પછાડી દીધા હોય તેવો એક બનાવ બનતો જ હોય છે. હાલ ચોમાસાની સીઝનમાં ભીની થયેલી જમીન અને માખી મચ્છરથી બચવા રાખતા બિનવારસી ખુટિયા રોડ પર આવીને પોતાનો અડીંગો જમાવી દે છે.

જેના લીધે રોડ પર ટ્રાફિક સમસ્યા અને અકસ્માત જેવી સમસ્યાની ફરિયાદો લોકોમાં ઉઠી રહી છે. આ અંગે ખુદ સ્ટેન્ડિંગ કમિટીનાં સભ્યો દ્વારા કોઈ યોગ્ય પગલાભરી રખડતા ઢોરનાં ત્રાસમાંથી શહેરીજનોને છુટકારો અપાવા રજૂઆત કરાઇ હતી અને થોડા દિવસ માટે મહાનગર પાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરાઇ હતી. જો કે આ માત્ર દેખાવ પુરતી જ હોય તેમ બે દિવસમાં કામગીરીની ગતિમાં બ્રેક લગાવી દેવામાં આવી હતી.

rakhadta dhor 1 ભાવનગરમાં રખડતા ઢોરોનો વધ્યો ત્રાસ, તંત્ર ઘોર નિંદરમાં દેખાયુ

ભાવનગર શહેરનાં કુંભારવાડા વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને પણ શાળા પાસે લડાઈ કરતા બે રખડતા ખુટિયાએ પછાડી દેતા વિદ્યાર્થીનીને ગંભીર ઇઝા પહોચી હતી અને વિદ્યાર્થીનીને તત્કાલ હોસ્પિટલ ખસેડી સારવાર કરાઇ હતી. જે અંગે વાલીઓએ પણ મહાનગર પાલિકા સામે રોષ ઠાલવતા કહ્યું હતું કે જો ત્યાં હાજર રહેલા એક વ્યક્તિ દ્વારા વિદ્યાર્થીનીને તત્કાલ હોસ્પિટલ ખસેડાઇ ન હોત તો વિદ્યાર્થીનીને જીવ ગુમાવો પડતો, તેમજ આ જ વિસ્તારમાં રહેતા ગણેશભાઈને તો એક દોઢ વર્ષ પહેલા ખુટિયાએ માર્યું હતું જે હજુ પણ ઘરે બેઠા સારવાર લઈ રહ્યા છે.

આવી ઘણી મોટી ઘટના બનવા છતાં મહાનગર પાલિકાને કોઈ ફર્ક નથી પડતો અને કાયમીક રખડતા ઢોરનાં ત્રાસમાંથી મુક્તિ મળે તેવા પગલા લેવામાં નથી આવતા. જો કે ભાવનગરની એક જાણીતી કહેવત મુજબ ભાવનગર શહેરમાં ગાય, ગાંડા, અને ગઠીયા વધુ વખણાય છે. પણ હાલ રસ્તે ચાલતા વાહન ચાલકો, શાળાએ જતા વિદ્યાર્થીઓ, નોકરી ધંધો કરતા લોકોને આ રખડતા ઢોરનાં ત્રાસમાંથી ક્યારે મુક્તિ મળશે તેવો પ્રશ્ન ભાવનગરનાં દરેક નાગરિકનાં મનમાં ઉઠી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન