Ahmedabad/ વિદેશી દારૂના જથ્થા સાથે લાકડા ગેંગના આરોપી ઝડપાયા, 10 લાખનો મુદ્દામાલ જપ્ત

એક તરફ ઇલેક્શન નો માહોલ તો બીજી તરફ વિદેશી દારૂ ની હેરાફેરી નું પ્રમાણ વધી રહેલું જોવામાં આવે છે. જેને લઇને પોલીસ સક્રીય થઈ છે.  જેમાં વિવેકાનંદ પોલીસ સ્ટેશન ખાતે વિદેશી દારૂના જથ્થા સાથે લાકડા

Ahmedabad Gujarat
WhatsApp Image 2021 02 02 at 9.47.55 PM 1 વિદેશી દારૂના જથ્થા સાથે લાકડા ગેંગના આરોપી ઝડપાયા, 10 લાખનો મુદ્દામાલ જપ્ત

એક તરફ ઇલેક્શન નો માહોલ તો બીજી તરફ વિદેશી દારૂ ની હેરાફેરી નું પ્રમાણ વધી રહેલું જોવામાં આવે છે. જેને લઇને પોલીસ સક્રીય થઈ છે.  જેમાં વિવેકાનંદ પોલીસ સ્ટેશન ખાતે વિદેશી દારૂના જથ્થા સાથે લાકડા ગેંગના ૪ આરોપી ઝડપી પાડવામાં આવ્યા છે.

બાતમી મળતા હાથીજણ સર્કલ પાસે આવેલી ખારી નદી ની આજુબાજુ પોલીસની ટીમ ગોઠવાઈ ગઈ હતી જેમાં વિવેકાનંદ નગર પોલીસ ને મોટી સફળતા મળી છે.

પોલોસે હાથીજણ નજીક ખારી નદી પાસે વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પડ્યા છે. બે કાર અને વિદેશી દારૂના જથ્થા સાથે રૂપિયા 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે આરોપી વિશાલ ચૌહાણ, સુનિલ બુટોલા, સંજય ભદોરીયા અને અર્જુન મુદલિયારની ધરપકડ કરી ગુનાહિત ઇતિહાસ ચેક કર્યો હતો. જેમાં તમામ ઝડપાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું ખૂલ્યું. જેથી આરોપીઓ સામે ઘનિષ્ઠ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…