CM રૂપાણી/ કોરોના કાળમાં પણ ગતિશીલ સરકાર : આ વર્ષે પણ મુખ્યમંત્રી રૂપાણીએ 111 ટી.પી.ની કરી ફાળવણી, ત્રીજા વર્ષે પણ સદી

મુખ્યમંત્રીએ રાજ્યના શહેરી ક્ષેત્રોના વિકાસ સાથે આર્થિક સામાજિક રીતે નબળા વર્ગો માટે આવાસ નિર્માણ,જાહેર સુવિધાઓ તેમજ આંતર માળખાકીય સવલતો માટે સત્તા તંત્રોને જમીન સંપ્રાપ્ત કરાવવાના

Top Stories Gujarat
rupani

મુખ્યમંત્રીએ રાજ્યના શહેરી ક્ષેત્રોના વિકાસ સાથે આર્થિક સામાજિક રીતે નબળા વર્ગો માટે આવાસ નિર્માણ,જાહેર સુવિધાઓ તેમજ આંતર માળખાકીય સવલતો માટે સત્તા તંત્રોને જમીન સંપ્રાપ્ત કરાવવાના પારદર્શી અને નિર્ણાયક અભિગમ સાથે આ અગાઉ 2018 અને 2019 ના વર્ષોમાં સતત 100-100 ટી.પીની મંજૂરીઓ ની સિદ્ધિ મેળવેલી છે. એ જ શ્રેણીમાં સતત ત્રીજા વર્ષે પણ 100 કરતાં વધારે ટીપીને મંજૂરી આપી અને ફરી એક વખત સદી ફટકારી છે.

Rupani launches online registration portal, issues first approval to MSME unit | DeshGujarat

Dharm / દર્શનની આશા દુર્લભ, આ મંદિરોમાં દર્શન માટે એડવાન્સ બુકિંગ અન…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શહેરી વિકાસ વિભાગમાં નાગરિકોને સુખ સુવિધાઓ મળી રહે તે માટે નાગરિકલક્ષી હકારાત્મક અભિગમથી ત્વરીત કામગીરીની અધિકારીઓને તાકીદ કરી છે. જેના ફળ સ્વરૂપે ચાલુ વર્ષમાં કુલ 111 જેટલી ડી.પી. /ટી.પી.ને મંજૂરી આપી ખરા અર્થમાં પ્રજાભિમુખ કામગીરીનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. કોરોનાકાળમાં પણ જન જીવન ઝડપભેર પૂર્વવત બનાવવા ન્યુ નોર્મલ નવી જીવન શૈલી થકી વિકાસ કામોને ગતિ આપવાની સંકલ્પબદ્ધતા સાથે આ વર્ષે ડિસેમ્બર મહિનામાં છેલ્લા 18 દિવસોમાં 44 ટી.પી. સ્કીમને આખરી મંજૂરી આપી ઝડપી અને ત્વરિત કાર્ય પ્રણાલી નો પરિચય આપ્યો છે.મુખ્યમંત્રીએ આ વર્ષે કોરોના સંક્રમણને કારણે આવેલી અડચણોની વચ્ચે પણ વિકાસ કામોની ગતિ જાળવી રાખી ટી.પી.મંજુરીનું શતક ફરી એક વાર સતત ગુજરાત સરકારને ગતિશીલ સરકાર સાબિત કરી દીધી છે.

AMERICA / ટ્રમ્પે કહ્યું: મેલાનીયા સૌથી સુંદર હતી, તેમ છતાં કોઈ મેગેઝિ…

મુખ્યમંત્રીએ ત્રણ વર્ષમાં કુલ 300થી વધુ ટી.પી./ડી.પી મંજુર કરી રાજ્યના નગરો મહા નગરો ના નવતર આયોજન કાર્યોને અભૂતપૂર્વ ગતિ આપી છે. મુખ્યમંત્રીએ તાજેતરમાં ગત ત્રીજી ડિસેમ્બરના રોજ ઓનલાઈન ડેવલોપમેન્ટ પરમીશન સિસ્ટમ (ODPS) ૨.૦ ના લોન્ચિંગ વેળાએ ચાલુ વર્ષે પણ ટી.પી./ડી.પી મંજુરીમાં સદીનો લક્ષ્યાંક પૂર્ણ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો તે ફળીભૂત થયો છે.આ વર્ષે ટી.પી.ની સદીમાં 30 ડ્રાફ્ટ, 19 પ્રિલીમનરી અને 51 ફાઈનલ ટી.પી. નો સમાવેશ થાય છે. ઉપરાંત મુખ્યમંત્રીએ ચાલુ વર્ષે 2020માં કુલ 11 શહેરોના ડેવલપમેન્ટ પ્લાન મંજૂર કર્યા છે. સુરતના ડેવલપમેન્ટ પ્લાનને આખરી મંજૂરી આપી વર્ષોથી મુલતવી રહેલ રિઝર્વેશનની સમસ્યાનો પણ અંત આણ્યો છે.

Rs.514.14 crore development works to Surat, flags off 150 electric buses, - All Gujarat News

Ahmedabad / ગંદકીનું સામ્રજ્ય, સફાઈ કામદારોની હડતાલ યથાવત…

ગુજરાત રાજ્ય શહેરી વિકાસના ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. શહેરોના આયોજન માટે સરકાર દ્વારા ખૂબ જ ઝડપી નિર્ણયો લેવાયા છે. તેથી નાગરિકલક્ષી સુવિધાઓ પુરી પાડવા માટેની કામગીરીમાં અકલ્પનીય ગતિશીલતા આવી છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ ત્વરિત નિર્ણાયક નેતૃત્વ નો પરિચય આપતાં વિકાસના કામ માટે એક પળનો પણ વિલંબ કર્યા વિના મંજૂરી આપવાની કાર્યરીતી અપનાવી છે.મુખ્યમંત્રીએ ગુજરાતના લોકોને વિકાસ પરવાનગી માટે કચેરીના ધક્કા ન ખાવા પડે અને પોતાના ઘેર બેસી 24 કલાકમાં જ અધિકૃત નકશા અને રજા ચિઠ્ઠી મળે તેવી ઓનલાઇન ડેવલપમેન્ટ પરમીશન સિસ્ટમ (ODPS) 2.0 પણ લોન્ચ કરી છે.આ જ વિકાસલક્ષી અભિગમના અનુસંધાને રાજ્ય સરકારે 2020ના વર્ષમા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર, ગાંધીનગર, સહિત અન્ય નાના નગરોની વિવિધ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે.

Covid-19 / 7 લોકોના મોત સાથે રાજ્યમાં નોધાયાં 850 નવા કેસ……

રાજ્ય સરકાર દ્વારા ડ્રાફ્ટ સ્કીમ મંજુર થયા પછી તુરંત જ રોડ રસ્તા અને આંતરમાળખાકીય સવલતોની કામગીરી થઈ શકે છે. જ્યારે પ્રારંભિક મંજૂરી મળવાથી પ્લાનના પૂર્ણ અમલીકરણ સાથે સત્તામંડળને પ્લોટોનો કબજો પ્રાપ્ત થાય છે. તો ફાઈનલ ટી.પી. મંજૂર થવાથી એરિયા બેટરમેન્ટ અને જમીનના આર્થિક વળતર મળે છે.મુખ્યમંત્રીએ સુઆયોજિત નગર વિકાસ ના ત્રણ તબક્કા ડ્રાફ્ટ, પ્રિલિમિનરી અને ફાઇનલને મહત્વ આપતા છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 108 ડ્રાફ્ટ સ્કીમ્સ, 85 પ્રિલીમીનરી તથા 107 ફાઇનલ ટી.પી.ને મંજૂરી આપી છે.2020માં 51 ફાઈનલ ટી.પી.ને મંજૂરી આપી છે તેમાં ઘણી સ્કીમો તો વર્ષોથી બોર્ડ ઓફ અપીલમાં અટવાયેલી હતી તેને તેમણે ટાસ્ક સ્વરૂપે લેવડાવી અત્યાર સુધીમાં સૌથી વધુ ફાઈનલ ટી.પી.ને એક જ વર્ષમાં મંજૂરી આપી રેકોર્ડ સ્થાપ્યો છે. મુખ્યમંત્રીએ જે ઝડપથી સ્કીમોને મંજૂરી આપી છે તે જ ઝડપથી આનુષાંગિક કામો થાય તેવી સ્પષ્ટ સૂચના શહેરી વિકાસ અને ટાઉન પ્લાનીંગ ઓથોરિટીને આપી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…