ચેતવણી/ કોરોનાના નિયમોનું પાલન કર્યા વગર લોકો પર્યટન પર જવા લાગ્યા,ફરીથી પ્રતિબંધ લાગુ કરી શકાય છે : આરોગ્ય મંત્રાલય

કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાતા લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્શનું પાલન કરતાં નથી

Top Stories
lav agrawal કોરોનાના નિયમોનું પાલન કર્યા વગર લોકો પર્યટન પર જવા લાગ્યા,ફરીથી પ્રતિબંધ લાગુ કરી શકાય છે : આરોગ્ય મંત્રાલય

કોરોના સંક્રમણની બીજી લહેર ઘાતક સાબિત થઇ હતી પરતું હાલ કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે તેથી લોકો પર્યટન તરફ વધી રહ્યા છે. એટલું જ નહીં, મનાલી, શિમલા જેવા હિલ સ્ટેશનોથી જે તસવીરો સામે આવી રહી છે તે ચિંતાજનક છે, જેમાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટીંગ જેવા જરૂરી નિયમોનું પાલન કરતા જોવા મળતા નથી. દરમિયાન, કેન્દ્ર સરકારે કહ્યું છે કે જો લોકો નિયમોનું યોગ્ય રીતે પાલન નહીં કરે તો ફરી એકવાર પ્રતિબંધોમાં છૂટછાટ પર રોક લગાવી દેવામાં આવશે, આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું, ‘જે લોકો કોરોના પ્રોટોકોલ તોડે છે તે કોરોનાની બીજી લહેર પર અંકુશ મેળવ્યો છે તેમાં ઉછાળો લાવી શકે છે.

લવ અગ્રવાલે કહ્યું, ‘લોકો હિલ સ્ટેશનો તરફ જવા લાગ્યા છે. આવા લોકો  કોરોના પ્રોટોકોલને અનુસરી રહ્યા નથી. જો આવું થાય છે, તો પછી અમે આપેલી છૂટછાટ પણ પાછી ખેંચી લઇશું. તેમણે કહ્યું કે કોરોનાનો બીજી લહેર હજી ગઇ નથી. તે હજી પણ અમારી વચ્ચે મર્યાદિત સ્વરૂપમાં હાજર છે.  દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા હવે 5 લાખથી ઓછી છે. જોકે, તેમણે હજુ પણ મહારાષ્ટ્ર, તામિલનાડુ, ઓડિશા, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, મેઘાલય અને સિક્કિમને ચિંતાનું કારણ ગણાવ્યું. આ રાજ્યોમાં હજી પણ 10% કરતા વધુના પોઝિટિવિટી રેટ સાથે નવા કેસો પ્રાપ્ત થયા છે.

દેશભરમાં કોરોના  નવા કેસોની ગતિમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં, દરરોજ કોરોનાના સરેરાશ નવા કેસોમાં 13 ટકાનો ઘટાડો જોવા મળે છે. હવે દેશમાં ફક્ત 91 જિલ્લાઓ છે જ્યાં દરરોજ 100 થી વધુ નવા કેસ મળી રહ્યા છે. 4 મેના રોજ, આ આંકડો 531 જિલ્લાઓનો હતો. આવી સ્થિતિમાં હવે તે તે શિખર કરતા ઘણું ઓછું થઈ ગયું છે. આરોગ્ય મંત્રાલયની બ્રીફિંગમાં કહેવામાં આવ્યું હતું કે દેશના ફક્ત 90 જિલ્લાઓ એવા છે, જ્યાં દેશભરમાં આશરે 80 ટકા કેસ જોવા મળે છે.