એલર્ટ/ દેશનાં ઘણા રાજ્યોમાં કોરોના સંકટ વચ્ચે ભારે વરસાદની આગાહી

દેશમાં કોરોનાનાં સંકટ વચ્ચે ઘણા રાજ્યોનાં વાતાવરણે અચાનક પલટો જોવા મળ્યો છે. શુક્રવારે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં વરસાદે આગમન કર્યુ છે, દિલ્હી-એનસીઆર અને ચંદીગઢમાં આજે સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ છે

Top Stories India
123 101 દેશનાં ઘણા રાજ્યોમાં કોરોના સંકટ વચ્ચે ભારે વરસાદની આગાહી

દેશમાં કોરોનાનાં સંકટ વચ્ચે ઘણા રાજ્યોનાં વાતાવરણે અચાનક પલટો જોવા મળ્યો છે. શુક્રવારે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં વરસાદે આગમન કર્યુ છે, દિલ્હી-એનસીઆર અને ચંદીગઢમાં આજે સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે.

123 102 દેશનાં ઘણા રાજ્યોમાં કોરોના સંકટ વચ્ચે ભારે વરસાદની આગાહી

કોરોના સંકટ / કેનેડાએ ભારત-પાકિસ્તાનથી આવનારી ફ્લાઈટ પર મુક્યો પ્રતિબંધ, આટલા દિવસ સુધી રહેશે બેન

ભારતીય હવામાન ખાતાએ અહીં એક ચેતવણી જારી કરી દીધી છે. વિભાગે કહ્યું છે કે, આગામી કેટલાક કલાકોમાં પંજાબ, હરિયાણા, યુપી અને ઉત્તરાખંડમાં વરસાદની સંભાવના છે, જ્યારે દિલ્હીમાં આવતી કાલ સુધીમાં તોફાન આવી શકે છે. આ સાથે જ આઇએમડીએ ચેતવણી આપી છે કે, આગામી 48 કલાક દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, પંજાબ, દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં ભારે વરસાદની સંભાવના છે. બંગાળનાં ઘણા શહેરોમાં પણ ભારે વરસાદ પડ્યો છે, જેનાથી તાપમાનમાં ઘટાડો થયો છે. ઘણા સ્થળોએ ભારે વરસાદનાં કારણે ઝાડનાં મૂળીયા ઉખડી ગયા છે અને પાણી ભરાઈ ગયું છે. તો હિમાચલ પ્રદેશમાં ગઈકાલે રાત્રે ઘણા સ્થળોએ ભારે વરસાદ અને બરફવર્ષા થઈ છે, વળી શિમલામાં વરસાદનાં કારણે 5 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ છે, જોકે આ બિલ્ડિંગ જૂની અને ખાલી હતી, તેમાં કોઈ જાનહાનિ થઈ નથી.

123 103 દેશનાં ઘણા રાજ્યોમાં કોરોના સંકટ વચ્ચે ભારે વરસાદની આગાહી

જમ્મુ-કાશ્મીર / પુલવામામાં રસ્તા વચ્ચે સેનાને મળ્યો IED, સુરક્ષાદળોએ કર્યો ડિફ્યુઝ

રાજસ્થાન, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં ધૂળનાં તોફાનની સંભાવના છે, જ્યારે તાપમાનનો પારો પણ અહીં 45 ને પાર કરી શકે છે. વિભાગે જણાવ્યું હતું કે, એપ્રિલનાં અંતિમ સપ્તાહમાં ગરમી આત્યંતિક સ્તરે રહેશે, લોકોને ગરમીનો સામનો કરવો પડશે. રાજસ્થાન, ગુજરાત અને ઓડિશા ગરમીથી સૌથી વધુ અસરગ્રસ્ત રહેશે. આઇએમડીએ આગાહી કરી છે કે છત્તીસગઢ, ઓડિશા, ગુજરાત, દરિયાકાંઠે મહારાષ્ટ્ર, ગોવા અને દરિયાકાંઠાનાં આંધ્રપ્રદેશમાં આ વખતે ખૂબ જ ગરમી પડશે, જ્યારે આગામી સપ્તાહથી દેશનાં ઘણા રાજ્યોમાં પ્રી-મોનસૂન વરસાદ પણ થઇ શકે છે, જ્યારે કેટલાક મેદાની વિસ્તારોનાં કેટલાક રાજ્યોમાં, સૂર્ય દેવ અગ્નિ વરસાવી શકે છે, જેના કારણે પારો 45 ને વટાવી જશે, તેથી લોકોને ખૂબ જાગૃત રહેવાની જરૂર છે, કારણ કે ગરમી અને કોરોના બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જોખમી છે, તેથી દરેકને કોરોના અને ગરમી માટે જારી માર્ગદર્શિકાનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Untitled 40 દેશનાં ઘણા રાજ્યોમાં કોરોના સંકટ વચ્ચે ભારે વરસાદની આગાહી