Not Set/ વાહ કેટલો કડક છે કાયદો !! ધારાસભ્ય પર “કોર્ટ” બહાર જ થયો જીવલેણ હુમલો

કાયદાનાં કાદુએ ગુજરાતમાં માજા મુકી હોય તેવા રોજબરોજ અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. ગુજરાતમાં જાણે કાયદો છે જ નહીં તેવું પ્રતિત કરી અનેક ઘટનાઓ રાજ્યભરમાં આકાર લેતી રહે છે. ખુલ્લે આમ મારામારી, હત્યા, બળાત્કાર, નશીલા પદાર્થોનો વેપલો, હથિયારની હેરાફેરી, ખંડણી આમા હવે કયો ગુનો બાકી રહ્યા તે સવાલ ઉભો થાય છે અને આ હાલત […]

Top Stories Gujarat Others
mla thhasar વાહ કેટલો કડક છે કાયદો !! ધારાસભ્ય પર "કોર્ટ" બહાર જ થયો જીવલેણ હુમલો

કાયદાનાં કાદુએ ગુજરાતમાં માજા મુકી હોય તેવા રોજબરોજ અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. ગુજરાતમાં જાણે કાયદો છે જ નહીં તેવું પ્રતિત કરી અનેક ઘટનાઓ રાજ્યભરમાં આકાર લેતી રહે છે. ખુલ્લે આમ મારામારી, હત્યા, બળાત્કાર, નશીલા પદાર્થોનો વેપલો, હથિયારની હેરાફેરી, ખંડણી આમા હવે કયો ગુનો બાકી રહ્યા તે સવાલ ઉભો થાય છે અને આ હાલત છે આજે ગુજરાતની.

નવાઇની વાત તો એ છે કે વિધાનસભામાં બેસી જે વ્યક્તિ કાયદાઓ બનાવે છે તે વ્યક્તિ પણ કાયદાનાં મંદિરના પરિસરની બહેર જ સુરક્ષીત નથી. જી હા આ કહેવાની કે ફક્ત લખવાની વાત નથી, આવી ઘટના ગુજરાતમાં બની પણ છે. એક ધારાસભ્ય પર જ કોર્ટ પરિસરની બહેર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.

ફક્ત ધારસભ્ય પર જ નહીં, તેની સાેથે રહેલા બીજા 3 લોકો પણ હુમલાનો ભોગ બન્યા છે. આ શરમ જનક ઘટના બની છે, ખેડા જીલ્લાનાં ઠાસરાનાં કોંગ્રેસનાં ધારાસભ્ય સાથે. ઠાસરાનાં ધારાસભ્ય કાંતિભાઈ પરમાર સહિત 3 પર 8 લોકોએ જમીન વિવાદમાં નડિયાદ સેશન્સ કોર્ટ કેમ્પસની બહાર જ જીવલેણ હુમલો કર્યો છે.

હુમલામાં ઘવાયેલા ધારાસભ્ય હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ગુનો નોંઘી હમેંશાની જેમ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે જે પ્રાંતમાં કાયદો ઘડનાર ધારાસભ્ય જ સુરક્ષીત નથી અને તે પણ કોર્ટ પરિસરની બહાર તો આમ પ્રજાનું શું તે સમજી શકાય તેવી વાત છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.