Not Set/ રજા પર શિમલા ફરવા ગયેલા પોલીસ કર્મીની ઉમદા કામગીરી, પુત્રને પરિવાર સાથે મળાવ્યો

ઘરેથી પોતાની જાતને સાબિત કરવાની ઘેલછામાં ભાગી ગયેલો વડોદરાના કરોડપતિનો દિકરો શિમલાની હોટલમાં પ્લેટ ધોતો મળી આવ્યો છે. પુત્ર ઘરેથી ભાગી જતા પરિવાર ચિંતામાં હતો કે 19 વર્ષીય તેમનો પૂત્ર દ્વારકેશ ક્યાં ચાલ્યો ગયો હશે? તે કેમ હશે ? દ્ઘારકેશ નામનો આ યુવાન કોલેજ જવાનું કહીને સીધો ક્યાંક ચાલ્યો ગયો હતો. પરિવારજનો શોધખોળ કરી, પરંતુ […]

Top Stories Gujarat Vadodara
gujarat police રજા પર શિમલા ફરવા ગયેલા પોલીસ કર્મીની ઉમદા કામગીરી, પુત્રને પરિવાર સાથે મળાવ્યો

ઘરેથી પોતાની જાતને સાબિત કરવાની ઘેલછામાં ભાગી ગયેલો વડોદરાના કરોડપતિનો દિકરો શિમલાની હોટલમાં પ્લેટ ધોતો મળી આવ્યો છે. પુત્ર ઘરેથી ભાગી જતા પરિવાર ચિંતામાં હતો કે 19 વર્ષીય તેમનો પૂત્ર દ્વારકેશ ક્યાં ચાલ્યો ગયો હશે? તે કેમ હશે ? દ્ઘારકેશ નામનો આ યુવાન કોલેજ જવાનું કહીને સીધો ક્યાંક ચાલ્યો ગયો હતો. પરિવારજનો શોધખોળ કરી, પરંતુ કોઇ ભાળ ન મળતાં આખરે પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા હતા.

પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં વડોદરા રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ અને રિક્ષા ડ્રાઈવર કે જેણે દ્વારકેશને રેલ્વે સ્ટેશ છોડ્યો હતો. તે બે મહત્વી કડીઓ હાથ લાગતા પોલીસે દ્વારકેશને શિમલાથી શોધી કાઢ્યો હતો. વાત જાણે એમ છે કે, ગત 14મી ઓક્ટોબરે વડોદરા જિલ્લાનાં પાદરાના એક કરોડપતિ તેલના વેપારીનો દિકરો દ્વારકેશ ઠક્કરની એન્જિન્યરિંગ કોલેજ જવા માટે ઘરેથી નિકળ્યો પરંતુ તે પાછો આવ્યો નહીં, ત્યારે પરિવારે તેની શોધખોળ હાથ ધરી પરંતુ કોઈ સફળતા ન મળતાં તેમણે પોલીસની મદદ માગી હતી.પોલીસ તપાસમાં વડોદરા રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ અને રિક્ષા ડ્રાઈવર કે જેણે દ્વારકેશને ત્યાં છોડ્યો હતો તે બે મહત્વી કડીઓ હાથ લાગી હતી. આ આધારે પોલીસ તપાસ વધુ આગળ વધી અને તે દરમિયાન શિમલાથી એક હોટલ મેનેજરનો ફોન આવ્યો અને આખી પરિસ્થિતિ જ બદલાઈ ગઈ. મેનેજરે કહ્યું કે 19 વર્ષનો એક યુવક તેમની હોટલમાં વાસણ ધોવે છે.

બાબત એવી હતી કે, દ્વારકેશને ભણવામાં રસ ન હતો પણ તે પોતાની ક્ષમતાને સાબિત કરવા માગતો હતો તેના કારણે તેણે આ રસ્તો નક્કી કર્યો હતો. તે ઘરેથી નિકળવાનું કહીને શિમલા જતો રહ્યો અને ત્યાં નોકરી માટે એક હોટલનો સંપર્ક કર્યો હતો. જ્યાં તેણે કામ શરૂ કર્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે દ્વારકેશનું આઈડી જોયા પછી મેનેજરે તેનું બેક્ગ્રાઉન્ડ ચેક કરવા માટે પાદરા પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો હતો અને અહીંથી આખી બાબત સામે આવી ગઈ હતી અને દ્વારકેશ ક્યાં છે તેની ખબર પડી ગઈ હતી. મેનેજરે દ્વારકેશનો ફોટો પણ પોલીસને મોકલ્યો હતો. પોલીસે તેને વેરિફાય કર્ય અને બે કોન્સ્ટેબલ સંજયસિંહ ગોહિલ અને ભૂપેન્દ્ર મહિડાનો સંપર્ક કર્યો કારણ કે બંને કોન્સ્ટેબલ ત્યાં શિમલામાં જ રજાઓ માણી રહ્યા હતા. તે પછી બંનેએ હોટલ પહોંચ્યા પણ દ્વારકેશ ત્યાં ન મળ્યો. દ્વારકેશ હાઈવે પર ખાવા પીવાની દુકાનો અને ફૂડ સ્ટોલ પર કામ કરતો હતો. તે પછી તેમણે તમામ દુકાનનોનો સંપર્ક કરીને દ્વારકેશની ફોટો આપ્યો હતો.

આ દરમિયાનમાં સોમવારે એક ટેક્સી ડ્રાઈવરે કોન્સ્ટેબલ સંજયસિંહ ગોહિલને ફોન કરીને કહ્યું કે આ છોકરો રોડની એક તરફ સુઈ રહ્યો છે. તે પછી પોલીસ ત્યાં પહોંચી અને દ્વારકેશ તેમને મળી જતાં તેમણે અહીં પાદરા પોલીસને તેની જાણકારી આપી હતી. પછી પરિવાર તેને લેવા શિમલા પહોંચ્યો અને દ્વારકેશ પાછો ઘરે આવી ગયો હતો. દ્વારકેશના પરિવારે પોલીસનો ભારોભાર આભાર માન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.