દુર્ઘટના/ સુરેન્દ્રનગરમાં પુલ ધરાશાયી, ડમ્પર સહિત 2 બાઈક નદીમાં ખાબક્યા

વસ્તડી અને ચુડાની વચ્ચેનો મુખ્ય પુલ ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા છે.

Top Stories Gujarat Others

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં મોટી ઘટના બની છે. વસ્તડી અને ચુડાને જોડતો પુલ ધરાશાયી થયો છે. બ્રિજ તૂટતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી હતી, અને કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. પરંતુ બ્રિજ ધરાશાયી થતાં ડમ્પર તેમજ 2 બાઈક નીચે પટકાયા હતા.

મળતી માહિતી અનુસાર, વસ્તડી અને ચુડાની વચ્ચેનો મુખ્ય પુલ ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા છે. ડમ્પર અને બાઈક ચાલક પૂલ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ પૂલ ધરાશાયી થવાની ઘટના બની હતી. પૂલ તૂટી પડવામાં ચારથી વધુ લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

પુલ પરથી જ્યારે ડમ્પર પસાર થયું ત્યારે અચાનક પુલનો એક ભાગ ધરાશાયી થઈને નદીમાં ખાબક્યો હતો. ત્યારે પુલ પરથી તે જ સમયે પસાર થઈ રહેલું બાઇક પણ નદીમાં પટકાયું હતું. બ્રિજ તૂટતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ઉલ્લેખનીય છે કે, આ પુલ 10 ગામને જોડતો હતો. ત્યારે દસેય ગામ સાથેનો વાહનવ્યવહાર હાલ ખોરવાઈ ગયો છે. વાહનવ્યવહાર ચાલુ હતો ત્યારે આ દુર્ઘટના બની હતી. પરંતુ આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આ પણ વાંચો:ઇસનપુરમાં જૂની અદાવતમાં કોન્ટ્રાક્ટર હરીશ પ્રજાપતિ કરાયો હુમલો જુઓ CCTV

આ પણ વાંચો:ગણેશ વિસર્જન દરમિયાન મામા-ભાણેજનું મોત, મૃત્યુ પહેલાનો અંતિમ વીડિયો

આ પણ વાંચો:અંબાજીમાં પૂનમનાં મેળાનાં માહોલ વચ્ચે છવાયો વરસાદી માહોલ, યાત્રાળુઓને હાલાકી

આ પણ વાંચો:નર્મદા કેનાલમાં પતિ પત્નીએ લગાવી મોતની છલાંગ