Gujarat News/ નિવૃત્ત IAS એમ.કે. દવે ગુજરાતના રાજ્યપાલના નવા સચિવ તરીકે નિયુક્ત

MK Dave Governor Secretary: ગુજરાત સરકારે નિવૃત્ત IAS અધિકારી એમ.કે. દવેને એક વર્ષના કરાર આધારિત ગુજરાતના રાજ્યપાલના સચિવ તરીકે નિયુક્ત કર્યા. GAD દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.

Gujrat Top Stories
MK Dave Governor Secretary: રાજ્યપાલને નવા સચિવ

Gujarat News: ગુજરાત સરકારે મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય લેતાં નિવૃત્ત ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી એમ.કે. દવેને ગુજરાતના માનનીય રાજ્યપાલના (MK Dave Governor Secretary) સચિવ તરીકે (Gujarat Governor Secretary)  નિયુક્ત કર્યા છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર જાહેરનામા મુજબ તેમની નિમણૂક એક વર્ષના કરાર આધારિત કરવામાં આવી છે.

22 જુલાઈથી સત્તાવાર નિમણૂક અમલમાં

MK Dave Governor Secretary: રાજ્યપાલને નવા સચિવ
MK Dave Governor Secretary: રાજ્યપાલને નવા સચિવ

22 જુલાઈ, 2026ના રોજ જાહેર કરાયેલા જાહેરનામા ક્રમાંક AIS/35.2026/32/Ser(I) હેઠળ એમ.કે. દવેની નિમણૂકને મંજૂરી આપવામાં આવી છે. તેઓ ગાંધીનગર સ્થિત રાજ્યપાલ સચિવાલયમાં રાજ્યપાલના સચિવ તરીકે ફરજ બજાવશે.

એક વર્ષ અથવા નિયમિત નિમણૂક સુધી રહેશે કાર્યકાળ

સરકારી આદેશ મુજબ એમ.કે. દવેનો કાર્યકાળ તેઓ પદનો ચાર્જ સંભાળે તે તારીખથી એક વર્ષનો રહેશે. જોકે, જો આ દરમિયાન નિયમિત સચિવની નિમણૂક કરવામાં આવશે અથવા સરકાર તરફથી અન્ય કોઈ આદેશ બહાર પડશે, તો તે મુજબ તેમનો કાર્યકાળ પૂર્ણ થશે.

સાતમા પગાર પંચ મુજબ મહેનતાણું મળશે

જાહેરનામા મુજબ એમ.કે. દવેને મળતું (Retired IAS MK Dave) મહેનતાણું ‘છેલ્લો પગાર બાદ પેન્શન’ (Last Pay Drawn Minus Pension)ના સિદ્ધાંત અનુસાર નક્કી કરવામાં આવશે. આ વ્યવસ્થા સાતમા પગાર પંચની માર્ગદર્શિકાઓ મુજબ અમલમાં રહેશે.

વહીવટી અનુભવનો મળશે લાભ

એમ.કે. દવે નિવૃત્ત IAS અધિકારી છે અને લાંબા સમય સુધી રાજ્યના વિવિધ મહત્વપૂર્ણ વહીવટી હોદ્દાઓ પર સેવા આપી ચૂક્યા છે. તેમના અનુભવનો લાભ રાજ્યપાલ સચિવાલયના વહીવટી કામકાજમાં મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: માંગરોળમાં કરોડોની નગરપાલિકા જમીન પર કબજાનો પ્રયાસ? બોગસ દસ્તાવેજોના આધારે દબાણના આક્ષેપ, સિટી સર્વે વિભાગ સવાલોમાં

આ પણ વાંચો: અમદાવાદમાં ‘લોટ્ટે સ્માર્ટ લર્ન સ્કૂલ પ્રોજેક્ટ’નો પ્રારંભ, બાળકોને મળશે આધુનિક શિક્ષણની નવી તક

આ પણ વાંચો: વાવ-થરાદ જિલ્લાને મળ્યું GJ-40 RTO કોડ, થરાદમાં નવી RTO કચેરી શરૂ