Ahmedabad News/ અમદાવાદમાં ‘લોટ્ટે સ્માર્ટ લર્ન સ્કૂલ પ્રોજેક્ટ’નો પ્રારંભ, બાળકોને મળશે આધુનિક શિક્ષણની નવી તક

Lotte Smart Learn School Project: અમદાવાદમાં બાલ રક્ષા ભારત, લોટ્ટે ઇન્ડિયા અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘લોટ્ટે સ્માર્ટ લર્ન સ્કૂલ પ્રોજેક્ટ’નો પ્રારંભ થયો. બાળ અધિકાર આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે બાળકોને ભારતની મૂલ્યવાન સંપત્તિ ગણાવ્યા

Gujarat Trending
Lotte Smart Learn School Project: સરકારી શાળાઓ થશે સ્માર્ટ

Ahmedabad News: અમદાવાદમાં બાલ રક્ષા ભારત, લોટ્ટે ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘લોટ્ટે સ્માર્ટ લર્ન સ્કૂલ પ્રોજેક્ટ’નો (Lotte Smart Learn School Project) શુભારંભ કરવામાં આવ્યો. આ પહેલનો મુખ્ય હેતુ સરકારી શાળાઓમાં ડિજિટલ શિક્ષણને ( Digital Education Project) પ્રોત્સાહન આપવાનો અને વિદ્યાર્થીઓને આધુનિક શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.

Lotte Smart Learn School Project: સરકારી શાળાઓ થશે સ્માર્ટ
Lotte Smart Learn School Project: સરકારી શાળાઓ થશે સ્માર્ટ

‘બાળકો ભારતની મૂલ્યવાન સંપત્તિ છે’ – ધર્મિષ્ઠાબેન ગજ્જર

Lotte Smart Learn School Project: સરકારી શાળાઓ થશે સ્માર્ટ
Lotte Smart Learn School Project: સરકારી શાળાઓ થશે સ્માર્ટ

કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન વી. ગજ્જરે જણાવ્યું કે, “બાળકો માત્ર આવતીકાલના નાગરિક નથી, પરંતુ ભારતની (Lotte Smart Learn School Project) મૂલ્યવાન સંપત્તિ છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દરેક બાળકને સુરક્ષિત, ભયમુક્ત અને ગુણવત્તાયુક્ત શિક્ષણનું વાતાવરણ મળવું જોઈએ.

બાળ અધિકાર આયોગની ભૂમિકા પર પ્રકાશ

ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું કે બાળ અધિકાર સંરક્ષણ આયોગનો ઉદ્દેશ માત્ર બાળકોના અધિકારોનું રક્ષણ કરવાનો નથી, પરંતુ દરેક બાળકને નિર્ભયતાથી ભણી શકે તેવું અનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ કરાવવાનો પણ છે. તેમણે આ પ્રોજેક્ટને (Smart Learning Project) બાળકોના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ પહેલ ગણાવી.

હજારો વિદ્યાર્થીઓને મળશે ડિજિટલ શિક્ષણનો લાભ

Lotte Smart Learn School Project: સરકારી શાળાઓ થશે સ્માર્ટ
Lotte Smart Learn School Project: સરકારી શાળાઓ થશે સ્માર્ટ

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ‘લોટ્ટે સ્માર્ટ લર્ન સ્કૂલ પ્રોજેક્ટ’ દ્વારા (Lotte Smart Learn School Project) હજારો વિદ્યાર્થીઓને આધુનિક ડિજિટલ શિક્ષણ, નવી શૈક્ષણિક તકો અને ગુણવત્તાયુક્ત અભ્યાસનું માધ્યમ મળશે, જે તેમના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવામાં મદદરૂપ થશે.

વિકસિત ભારત-2047 માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ જરૂરી

કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે હાજર રહેલા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે બાળકો દેશનું ભવિષ્ય છે. તેમણે કહ્યું કે વિકસિત ભારત-2047ના લક્ષ્યને સાકાર કરવા માટે બાળકોને ઉત્તમ શિક્ષણ, યોગ્ય પોષણ, આરોગ્ય અને સુરક્ષા ઉપલબ્ધ કરાવવી અનિવાર્ય છે.

CSR હેઠળ શિક્ષણ અને સામાજિક વિકાસ પર ભાર

લોટ્ટે ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર દેબબ્રત મુખર્જીએ જણાવ્યું કે કંપનીની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પહેલનો હેતુ માત્ર સામાજિક કાર્યક્રમો ચલાવવાનો નથી, પરંતુ શિક્ષણ, બાળ વિકાસ, મહિલા સશક્તિકરણ, આજીવિકા વિકાસ અને સામુદાયિક પ્રગતિ જેવા ક્ષેત્રોમાં લાંબા ગાળાનો સકારાત્મક પરિવર્તન લાવવાનો છે.

ગુજરાતમાં સફળ મોડેલ તરીકે ઉભરી રહ્યો છે પ્રોજેક્ટ

તેમણે જણાવ્યું કે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અમલમાં મૂકાયેલો આ પ્રોજેક્ટ સરકારી શાળાઓમાં ડિજિટલ શિક્ષણને મજબૂત બનાવતો સફળ અને અનુસરવા યોગ્ય મોડેલ બની રહ્યો છે. વિદ્યાર્થીઓને ટેક્નોલોજી આધારિત અભ્યાસ સાથે ભવિષ્ય માટે વધુ સક્ષમ બનાવવાનો પ્રયાસ આ પહેલ દ્વારા કરવામાં આવી રહ્યો છે.કાર્યક્રમમાં બોશ ઇન્ડિયા ફાઉન્ડેશન, ચેતના, સેવા સહિત વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, ટ્રસ્ટીઓ, આચાર્યો, શિક્ષકો અને શિક્ષણ ક્ષેત્રે કાર્યરત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા. સૌએ શિક્ષણ ક્ષેત્રમાં આ પહેલને આવકારી અને બાળકોના સર્વાંગી વિકાસ માટે તેને મહત્વપૂર્ણ ગણાવી.


આ પણ વાંચો: અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનું વિભાજન, હવે પૂર્વ, પશ્ચિમ અને ગ્રામ્ય DEO અલગથી કામગીરી કરશે

આ પણ વાંચો: શિક્ષણ વ્યવસ્થા અને NEET કૌભાંડ સામે દેશભરમાં રોષ: દિલ્હીમાં 16 મેટ્રો સ્ટેશન બંધ, રાહુલ ગાંધી સહિત અનેક સાંસદોની અટકાયત

આ પણ વાંચો: વાવ-થરાદ જિલ્લાને મળ્યું GJ-40 RTO કોડ, થરાદમાં નવી RTO કચેરી શરૂ