Film/ PM મોદીને ફિલ્મ ‘કાશ્મીર ફાઇલ્સ’ પસંદ આવી,ટીમ સાથે કરી મુલાકાત

અનુપમ ખેર સ્ટારર ફિલ્મ ધ કશ્મીર ફાઇલ્સને ખૂબ સારા રિવ્યુ મળી રહ્યા છે. વિવેક અગ્નિહોત્રીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મના દરેક લોકો વખાણ કરી રહ્યા છે

Top Stories Entertainment
6 19 PM મોદીને ફિલ્મ 'કાશ્મીર ફાઇલ્સ' પસંદ આવી,ટીમ સાથે કરી મુલાકાત

અનુપમ ખેર સ્ટારર ફિલ્મ ધ કશ્મીર ફાઇલ્સને ખૂબ સારા રિવ્યુ મળી રહ્યા છે. વિવેક અગ્નિહોત્રીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. માત્ર જનતા જ નહીં પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ ફિલ્મ પસંદ આવી છે. તે ફિલ્મની ટીમને મળ્યા અને અભિનંદન પાઠવ્યા.

ધ કાશ્મીર ફાઇલ્સના નિર્માતા અભિષેક અગ્રવાલે પીએમ મોદી સાથેની ટીમની તસવીરો શેર કરી છે. નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ આ તસવીરો શેર કરી અને લખ્યું ‘હું ખૂબ જ ખુશ છું કે અભિષેકે ભારતનું આ પડકારજનક સત્ય બતાવવાની હિંમત કરી છે. યુએસએમાં #TheKashmirFilesનું સ્ક્રીનીંગ નરેન્દ્ર મોદીના નેતૃત્વ પ્રત્યે વિશ્વના વલણને બદલવામાં ફાયદાકારક સાબિત થયું.

નિર્માતા અભિષેક અગ્રવાલે પીએમ સાથેના ફોટા શેર કર્યા અને લખ્યું – ‘આદરણીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળવાનો આનંદદાયક અનુભવ હતો. #TheKashmirFiles માટે તેમની પ્રશંસા અને માયાળુ શબ્દો તેને વધુ ખાસ બનાવે છે. અમે આ પહેલા ક્યારેય ફિલ્મ પ્રોડ્યુસ કરવામાં ગર્વ અનુભવ્યો નથી. આભાર મોદીજી..