જુઓ વીડિયો/ વિવાદોની ઉર્વશીનો વધુ એક વિવાદ,તરણેતરના મેળાને પરણેતરનો મેળો કહ્યું

સુરેન્દ્રનગરના જગવિખ્યાત તરણેતરના મેળાને પરણેતરનો મેળો ગણાવીને વધુ એક વિવાદ ઊભો કર્યો છે. તેણે એમ પણ ઉમેર્યું કે, જે કાંઈ પણ કહ્યું હતું તેનો તેમને અફસોસ નથી. 

Top Stories Gujarat Others

નવરાત્રી દરમિયાન વિવાદિત નિવેદન આપી લાઇમલાઇટમાં આવનાર અભિનેત્રી ઉર્વશી સોલંકીએ વધુ એક બફાટ કર્યો છે. તેણે એક વીડિયો બનાવીને નિવેદન આપ્યું છે. ઉર્વશી સોલંકીએ પોતાના બફાટ બદલ માફી માગવાનો ઈનકાર કર્યો છે. એટલું જ નહીં તેણે સુરેન્દ્રનગરના જગવિખ્યાત તરણેતરના મેળાને પરણેતરનો મેળો ગણાવીને વધુ એક વિવાદ ઊભો કર્યો છે. તેણે એમ પણ ઉમેર્યું કે, જે કાંઈ પણ કહ્યું હતું તેનો તેમને અફસોસ નથી.

ઉર્વશી વીડિયોમાં કહે છે કે, લોકો મારા શબ્દોને તોડીમરોડીને ખોટી રીતે રજૂ કરી રહ્યા છે. કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, “ગુજરાતમાં કોઇને ‘આઈ લવ યુ’ કહેવું હોય તો વેલેન્ટાઈનની નહીં પણ નવરાત્રિની રાહ જોવામાં આવે છે.” જેનો બચાવ કરતાં વીડિયોમાં કહ્યું કે, તેમાં મેં વેલેન્ટાઇનને વખોડી કાઢ્યું છે અને તેની નિંદા કરી છે. મેં નવરાત્રિનું અપમાન કર્યું નથી.

 

વીડિયોના અંતે ઉર્વશીએ કોઇ પણ પ્રકારની માફી માંગવાની ના પાડતાં કહ્યું કે, હું સ્ટેજ પરથી શું બોલી છું, કે શું રમૂજ કરી છે, એ મને બરાબર ખબર છે. એક ગુજરાતી તરીકે, હિંદુ સ્ત્રી તરીકે મને ખબર છે મારે શું બોલવું અને શું ન બોલવું. મને મારા એક પણ શબ્દનો અફસોસ નથી, કારણ કે મેં ન કોઇને ગાળ આપી છે કે ન કોઈનું અપમાન કર્યું છે કે ન વલ્ગારિટી કરી છે. મેં સહજ ભાવથી ખૂબ સુંદર વાતોની રજૂઆત કરી હતી, જેને ખોટી રીતે દર્શાવવામાં આવી. પણ મને કોઇ અફસોસ નથી.”

નડિયાદમાં ઉર્વશી સોલંકીએ નવરાત્રિમાં સ્ટેજ પરથી એક નિવેદન આપ્યું છે, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, હું મુંબઈમાં રહું છું. પણ ગરબા આવે એટલે ગુજરાતીઓ ગાંડા થઈ જાય છે. ગુજરાતમાં આવો તો ખ્યાલ આવે કે પાગલપન શું છે? ગુજરાતમાં કોઈ છોકરીને આઈ લવ યુ કહેવુ હોય તો વેલેંન્ટાઈન નહી નવરાત્રિની રાહ જોઈએ છીએ. રાઈટ…. જે લોકો 9 દિવસમાં પણ સેટિંગ ના કરી શક્યા, તો તમે ખાલી ગરબા જ રમ્યા કહેવાય. ઘણાં એવા હશે જેમને 9 દિવસ સેટિંગ નહી થયું હોય તે તેઓ આવતી નવરાત્રિની રાહ જોશે.

કોણ છે ઉર્વશી સોલંકી?

ઉર્વશી સોલંકી ગુજરાતના પાલનપુરની છે. તેણે મોડલિંગ દ્વારા ગ્લેમર વર્લ્ડમાં પ્રવેશ કર્યો હતો. ઉર્વશી અત્યાર સુધી ગુજરાતની ઘણી જાહેરાતોમાં અને કન્નડ અને હિન્દી ભાષાની ફિલ્મોમાં જોવા મળી છે. ઉર્વશી એક બોલ્ડ મોડલ અને અભિનેત્રી તરીકે જાણીતી છે. ઉર્વશી મુંબઈમાં રહે છે. તેણે પાલનપુરથી કળાનો અભ્યાસ કર્યો હતો. ઉર્વશીએ શાન અને મિકા સિંહ સાથે કેટલાક શૂટ કર્યા છે. વડોદરાની મોડલ અને સોશિયલ મીડિયા સ્ટાર સોફિયા અંસારી બાદ હવે ઉર્વશી સોલંકીના નિવેદનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ગરબા અને નવરાત્રીને લવ યુનિયન સાથે જોડી રહી છે.



આ પણ વાંચો:નવરાત્રીમાં કુલ આટલા હાર્ટ એટેકના ઇમરજન્સી કોલ મળ્યા

આ પણ વાંચો:HCએ GIDC પ્લોટ ટ્રાન્સફર પર GSTની કાર્યવાહી પર આપ્યો સ્ટે

આ પણ વાંચો:પાલનપુરમાં બ્રિજનો સ્લેબ ધરાશાયી મામલે 11 લોકો સામે ફરિયાદ

આ પણ વાંચો:2025 થી પીએચડી પ્રોગ્રામમાં ક્વોટા શક્ય: IIM- અમદાવાદ