Not Set/ આજથી ફરી ખૂલી રહ્યો છે કરતારપુર કોરિડોર, જાણો આ વખતે શું થશે ફેરફાર……..

આ કોરિડોર વર્ષ 2019 માં જ ખોલવામાં આવ્યો હતો પરંતુ માત્ર ચાર મહિનાની અંદર તે કોરોનાને કારણે માર્ચ 2020 માં બંધ કરી દેવામાં આવ્યો હતો.

Top Stories India
Untitled 262 આજથી ફરી ખૂલી રહ્યો છે કરતારપુર કોરિડોર, જાણો આ વખતે શું થશે ફેરફાર........

મોદી સરકારે ગુરુ પર્વ પહેલા શીખ સમુદાયના શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર આપ્યા છે. ગુરુ પર્વને ધ્યાનમાં રાખીને મોદી સરકારે આજથી  કરતારપુર સાહિબ કોરિડોરને ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતે આ ખુશખબર આપતા કહ્યું છે કે મોટી સંખ્યામાં શીખ શ્રદ્ધાળુઓને આનો લાભ મળશે. તેમણે કહ્યું કે આ નિર્ણય શ્રી ગુરુ નાનક દેવજી અને આપણા શીખ સમુદાય પ્રત્યે મોદી સરકારની અપાર આદર દર્શાવે છે.નોંધનીય છે કે કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

આ યાત્રા કરવા માટે શ્રદ્ધાળુઓએ કેટલાક નિયમોનું પાલન કરવું પડશે, જેમ કે ફક્ત તે લોકો જ પાકિસ્તાન જઈ શકશે, જેમણે કોરોના વેક્સીનના બંને ડોઝ લીધા છે. RT-PCR રિપોર્ટ અને કોરોનારસીકરણ પ્રમાણપત્ર રાખવું પડશે.

આ પણ  વાંચો ;કોરોના વેક્સિન / ફાઇઝર કંપનીએ કર્યો મહત્વપૂર્ણ કરાર જેનાથી વિશ્વને થશે ફાયદો…

કરતારપુર સાહિબ કોરિડોર પાકિસ્તાનમાં ગુરુદ્વારા દરબાર સાહિબને ડેરા બાબા નાનક સાથે જોડે છે, જે ભારતના ગુરુદાસપુરમાં શીખોના પવિત્ર મંદિર છે. કરતારપુર સાહિબ ગુરુદ્વારા શીખો માટે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આ ગુરુદ્વારામાં તેમના ગુરુ નાનક દેવે તેમના જીવનના છેલ્લા વર્ષો વિતાવ્યા હતા અને મૃત્યુ પામ્યા હતા.

જો કે, આ કોરિડોર વર્ષ 2019 માં જ ખોલવામાં આવ્યો હતો પરંતુ માત્ર ચાર મહિનાની અંદર તે કોરોનાને કારણે માર્ચ 2020 માં બંધ કરી દેવામાં આવ્યો હતો. હવે આ મંદિર લગભગ દોઢ વર્ષ બાદ ફરી એકવાર ખોલવામાં આવી રહ્યું છે. ભારત સરકારે મંગળવારે આ અંગેની જાહેરાત કરી હતી. આપનેજણાવી દઈએ કે 19 નવેમ્બરના રોજ ગુરુ નાનક દેવની જન્મજયંતિ છે, જેને પ્રકાશ પર્વ તરીકે ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો ;બ્રિટન / આ પ્રખ્યાત યુનિવર્સિટી હવે ભણાવશે ગણિકા કેવી રીતે બનવું