Not Set/ દેશમાં ‘સુપર ઇમર્જન્સી’ જેવા સંજોગો : આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ પર મમતાનો, મોદી સરકાર પર પ્રહાર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ નિમિત્તે તેમણે કહ્યું હતું કે દેશમાં વર્તમાન પરિસ્થિતિ સુપર ઇમરજન્સી જેવી છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે તેઓ તેમના હકનું રક્ષણ કરે. તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના વડા મમતા બેનર્જીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ પર, આપણે બધા એક […]

Top Stories India
790041 mamata banerjee 2 દેશમાં 'સુપર ઇમર્જન્સી' જેવા સંજોગો : આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ પર મમતાનો, મોદી સરકાર પર પ્રહાર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ નિમિત્તે તેમણે કહ્યું હતું કે દેશમાં વર્તમાન પરિસ્થિતિ સુપર ઇમરજન્સી જેવી છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે તેઓ તેમના હકનું રક્ષણ કરે.

તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના વડા મમતા બેનર્જીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ પર, આપણે બધા એક પ્રતિજ્ઞા લઈએ કે આપણે આપણા બંધારણીય મૂલ્યોનું રક્ષણ કરીશું.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક ટ્વીટ દ્વારા આ વાત કહી છે. તેમણે લખ્યું, ‘આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ પર, આપણે બધા બંધારણીય મૂલ્યોની સુરક્ષા માટે પ્રતિજ્ઞા લઈએ. ભારે કટોકટીની આ સ્થિતિમાં આપણે આપણા બંધારણીય અધિકાર અને સ્વતંત્રતાઓના રક્ષણ માટે પ્રયત્નો કરવા પડશે. ”

 

તમને જણાવી દઇએ કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી મોદી સરકારની આકરી ટીકા કરી રહ્યા છે. મમતા બેનર્જીએ મોદી સરકારના ઘણા નિર્ણયોની સાથે પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં લાગુ કરાયેલ મોટર વ્હીકલ એક્ટ લાગુ કરવાની ના પાડી દીધી છે. તેમણે કહ્યું કે જો આ કાયદો રાજ્યમાં લાગુ કરવામાં આવશે તો લોકો પર ભારણ વધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન