ઇઝરાઇલની સર્વેલન્સ કંપની એનએસઓ ગ્રુપનાં Spyware-Pegasus ફરી એકવાર ચર્ચામાં છે. જણાવી દઇએ કે, ફોરબિડન સ્ટોરીઝ અને એમનેસ્ટી ઇન્ટરનેશનલએ દાવો કર્યો છે કે, વિશ્વનાં 10 દેશોની સરકારો તેમના જ દેશનાં નાગરિકોની જાસૂસી કરી રહી છે. તેને Pegasus પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું છે.
રાજકારણ / કેન્દ્ર સરકારે ‘Pegasus Spyware’ વિવાદનેે ગણાવ્યો નિરાધાર
આપને જણાવી દઇએ કે, રડાર પર 1,571 લોકો હતા, પરંતુ હજી સુધી તે સ્પષ્ટ નથી થયું કે, બધાની જાસૂસી કરવામાં આવી છે કે નહી? આ યાદીમાં 40 નામો ભારતીય પત્રકારોનાં છે. જો કે ભારત સરકારે આ આરોપોને ફગાવી દીધા છે. આપને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે ઇઝરાઇલનાં Spyware Pegasus પર રાજકારણીઓ અને પત્રકારોની જાસૂસી કરવાનો આરોપ લાગ્યો છે. આવા દાવા અગાઉ પણ બહાર આવ્યા હતા. જણાવી દઇએ કે, Pegasus Spyware ઇઝરાઇલી સાયબર સિક્યુરિટી કંપની એનએસઓ ગ્રુપ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. શાલવા હુલિઓ અને ઓમરી લેવીએ વર્ષ 2008 માં આ કંપની શરૂ કરી હતી. Pegasus Spyware દ્વારા, હેકર્સને સ્માર્ટફોનનાં માઇક્રોફોન, કેમેરા, મેસેજ, ઇમેઇલ, પાસવર્ડ્સ અને લોકેશન જેવા ડેટાનાં એક્સેસ મળી જાય છે. એક અહેવાલ મુજબ, Pegasus તમને એન્ક્રિપ્ટેડ ઓડિયો સ્ટ્રીમ્સ સાંભળવાની અને એન્ક્રિપ્ટેડ મેેસેજ વાંચવાની મંજૂરી આપે છે. એટલે કે, હેકર તમારા ફોનનાં લગભગ તમામ ફીચર્સને એક્સેસ કરી શકે છે.
રાજકારણ / દેશની સરકારને જીગ્નેશ મેવાણીએ ગણાવી ગદ્દાર, જાણો શું છે કારણ?
એનએસઓ ગ્રુપનાં જણાવ્યા મુજબ, આ પ્રોગ્રામ ફક્ત સરકારી એજન્સીઓને વેચવામાં આવ્યો છે. તેમનો દાવો છે કે તેનો હેતુ આતંકવાદ અને ગુના સામે લડવાનો છે. કંપનીની વેબસાઇટ પર લખેલુ છે કે, “એનએસઓ એવી ટેક્નોલોજી બનાવે છે જે સરકારી એજન્સીઓને આતંકવાદ અને ગુના અટકાવવા અને તપાસ કરવામાં મદદ કરે છે અને વિશ્વભરનાં હજારો લોકોનું જીવન બચાવે છે.” જો કે, ઘણા દેશોમાં લોકોની જાસૂસી કરવા માટે તેનો દુરૂપયોગ કરવાના આક્ષેપો કરવામાં આવ્યો છે.