Golden/ વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં તેજીની ચમક, જાણો આજના ભાવ

ગુરુવારે સોના અને ચાંદીના વાયદાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેંજ (એમસીએક્સ) પર સવારે 10: 14 વાગ્યે સોનાના ભાવમાં ફેબ્રુઆરીમાં રૂ. 239 અથવા 0.47 ટકા,

Top Stories Business
1

ગુરુવારે સોના અને ચાંદીના વાયદાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેંજ (એમસીએક્સ) પર સવારે 10: 14 વાગ્યે સોનાના ભાવમાં ફેબ્રુઆરીમાં રૂ. 239 અથવા 0.47 ટકા, 10 ગ્રામ દીઠ ટ્રેડ કરતો જોવા મળ્યો હતો ઉપરાંત, અગાઉના સત્રમાં, જાન્યુઆરી કોન્ટ્રાક્ટ વાળા સોનાની કિંમત 10 ગ્રામ દીઠ રૂ. 50,509, એપ્રિલ 2021માં ડિલિવરી વાળુ સોનું 246 રૂપિયા અથવા 0.49 ટકાના વધારા સાથે 10 ગ્રામ દીઠ રૂ .50,800 પર ટ્રેડ કરી રહ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે, બુધવારે એપ્રિલના કોન્ટ્રાક્ટ માટે સોનાનો બંધ ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ .50,554 હતો.

Political / શિવસેનાનાં મુખે રાહુલનાં વખાણ, બતાવ્યા એક યોદ્ધા…

સફેદ ધાતુના વાયદા ભાવ

સફેદ ધાતુની ચાંદીમાં પણ અહીં ઉછાળો આવ્યો છે. માર્ચ 2021 માં સવારે 10: 15 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેંજમાં ચાંદીનો ભાવ રૂ. 173 અથવા 0.25 ટકા વધીને તેજી સાથે 69,590 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ચાલી રહ્યો હતો. છેલ્લા સત્રની વાત કરીએ તો માર્ચ 2021ના ​​કોન્ટ્રાક્ટમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ. 69,417 હતો. બીજી બાજુ, મે 2021 માં, કરાર થયેલ ચાંદીના ભાવ રૂ .229 એટલે કે 0.33 ટકાના વધારા સાથે રૂ. 70,564 પર ટ્રેડિંગ જોવા મળ્યા. અગાઉના સત્રમાં મે કોન્ટ્રાક્ટ ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ. 70,335 હતો.

The Health Benefits of Wearing Silver Jewelry

Junagadh / ગરીબ મહિલાની ફ્રીમાં સારવાર કરી તબીબે આપ્યો સંદેશ, જીવન મહત્…

વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ

બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરી 2021 માં 11 ડોલર એટલે કે 0.58 ટકા વધારા સાથે 1,919.60 ડોલર પ્રતિ ઔંસ, તે જ સમયે, હાજર બજારમાં સોનાના ભાવમાં મંદી જોવા મળી હતી. હાજર બજારમાં સોનાનું મૂલ્ય ઘણું મંદ જોવા મળ્યું હતું. સ્પોર્ટ માર્કેટમાં સોના નું મૂલ્ય 0.88 ડોલર એટલે કે 0.05 ટકાના ઘટાડા સાથે ,1,917.73 ડોલર પ્રતિ ઔંસ ચાલી રહ્યો હતો.

Gold Jewellery- "A Fashion Statement" | UdaipurBlog

Gujarat / કેમ આટલો ફફડાટ છે બર્ડ ફ્લુથી..? આવા હોય છે લક્ષણો અને આમ ફે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…