Covid-19/ યુરોપ આ સમયે કોરોના મહામારીનું બન્યુ કેન્દ્ર, રસી મળી હોવા છતા વધી રહ્યા છે કેસ

વિશ્વનાં તમામ દેશો ખાસ કરીને યુરોપમાં ફરી એકવાર કોરોના મહામારી ખતરનાક સ્વરૂપમાં આવી રહી છે. યુરોપ આ સમયે કોરોના રોગચાળાનું કેન્દ્ર બની રહ્યું છે.

Top Stories World
યુરોપમાં સ્થિતિ ખરાબ

સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યુરોપનાં દેશોમાં સ્થિતિ વધુ ખરાબ થઇ રહી છે. યુરોપિયન યુનિયનનાં કેટલાક દેશોમાં કોરોના મહામારીનાં વધતા જતા કેસોને કારણે લોકડાઉનનો ભય વધવા લાગ્યો છે. આ દેશોની સ્થાનિક સરકારો ક્રિસમસ સુધીમાં ફરીથી લોકડાઉન લાદવાના વિકલ્પ પર વિચાર કરી રહી છે. આ ઉપરાંત, એવી ચર્ચા ચાલી રહી છે કે શું માત્ર રસીની મદદથી કોરોના વાયરસને નિયંત્રિત કરી શકાય છે. શિયાળામાં ફ્લૂની મોસમ પહેલાં થયેલી રસીકરણ પછી ચિંતાઓ નોંધપાત્ર રીતે વધી છે.

યુરોપમાં સ્થિતિ ખરાબ

આ પણ વાંચો – તણાવની સ્થિતિ / ચીનને શ્રીલંકાએ આપ્યો મોટો ઝટકો, નબળી ગુણવત્તાવાળા ઓર્ગેનિક ખાતરોના કન્સાઈનમેન્ટને નકારી કાઢ્યો

આપને જણાવી દઇએ કે, વિશ્વનાં તમામ દેશો ખાસ કરીને યુરોપમાં ફરી એકવાર કોરોના મહામારી ખતરનાક સ્વરૂપમાં આવી રહી છે. યુરોપ આ સમયે કોરોના રોગચાળાનું કેન્દ્ર બની રહ્યું છે. અહી ચોંકાવનારી વાત એ છે કે નવા દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, માત્ર ઓછા રસીકરણવાળા દેશોમાં જ નહીં, પરંતુ તે દેશોમાં પણ જ્યાં મોટી વસ્તીએ બન્ને ડોઝ આપવામા આવી ચુક્યા છે. નિષ્ણાંતો કોવિડ પ્રોટોકોલની અજ્ઞાનતા અને રસી દ્વારા વિકસિત રોગપ્રતિકારક શક્તિનાં અભાવને તેનું મુખ્ય કારણ માની રહ્યા છે. યુનિવર્સિટી કોલેજ લંડનનાં પ્રોફેસર ફ્રાન્કોઈસ બેલુક્સે કહ્યું કે, યુરોપ મહામારીને લઈને ખૂબ જ સંવેદનશીલ સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. બ્રિટન અને રશિયા જેવા દેશોમાં છેલ્લા એક સપ્તાહથી દરરોજ સરેરાશ 30 થી 40 હજાર કેસ નોંધાઈ રહ્યા છે. વળી, જર્મનીમાં, ગયા ગુરુવારે 50 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા, જ્યારે અઠવાડિયાનાં પ્રથમ બે દિવસમાં આ આંકડો 30 હજારથી નીચે હતો. ખાસ વાત એ છે કે બ્રિટન અને જર્મનીમાં બે તૃતીયાંશથી વધુ રહેવાસીઓને કોવિડ રસીનાં બન્ને ડોઝ મળ્યા છે, જ્યારે રશિયામાં સંપૂર્ણ રસી અપાયેલી વસ્તીનો આંકડો 35 ટકાની નજીક છે. આવી સ્થિતિમાં, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સને અવગણવા સિવાય, રસી દ્વારા વિકસિત રોગપ્રતિકારક શક્તિમાં નબળાઈ નવા કેસોમાં વધારો થવાનું મુખ્ય કારણ હોઈ શકે છે. બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને યુરોપિયન દેશોમાં કોરોનાનાં નવા કેસોમાં સતત વધારાને ધ્યાનમાં રાખીને ‘બૂસ્ટર ડોઝ’ લાગુ કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે, કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો એ યાદ અપાવે છે કે મહામારી હજી ખતમ થઇ નથી. SARS-CoV-2 વાયરસનાં ફેલાવાને રોકવા માટે, ‘બૂસ્ટર ડોઝ’ આપવો એ સમયની જરૂરિયાત બની ગઈ છે. જો આપણે ત્રીજો ડોઝ લાગુ કરવામાં વધુ વિલંબ કરીશું, તો મહામારી ફરીથી વિકરાળ સ્વરૂપ લેશે.

યુરોપમાં સ્થિતિ ખરાબ

આ પણ વાંચો – Pakistan / પોલીસ સ્ટેશનમાં મહિલાને કપડાં ઉતારીને ડાન્સ કરવા માટે મજબૂર કરવામાં આવી

યુરોપિયન સેન્ટર ફોર ડિસીઝ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટ અનુસાર, બેલ્જિયમ, બલ્ગેરિયા, ક્રોએશિયા, ચેક રિપબ્લિક, એસ્ટોનિયા, ગ્રીસ, હંગેરી, નેધરલેન્ડ, પોલેન્ડ અને સ્લોવેનિયામાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. જણાવી દઇએ કે, 3-અઠવાડિયાનાં આંશિક લોકડાઉન દરમિયાન નેધરલેન્ડ્સમાં હવે બાર અને રેસ્ટોરન્ટ વહેલા બંધ થઈ જશે. તેમજ રમત-ગમતને લગતા કાર્યક્રમો દર્શકો વિના યોજવામાં આવશે. પશ્ચિમ યુરોપમાં ઉનાળા પછી આ પ્રથમ વખત હશે જ્યારે લોકડાઉન લાગુ કરવામાં આવશે. જર્મનીમાં શનિવારથી કોરોના ટેસ્ટ ફરી શરૂ કરવામાં આવશે. આ માટે જર્મનીમાં એક કાનૂની ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત જાહેર સ્થળોએ ફેસ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત રહેશે, જે માર્ચ સુધી ચાલુ રહેશે.