T20 World Cup/ આજે થશે ઓસ્ટ્રેલિયા vs ન્યૂઝીલેન્ડની ફાઈનલ મેચ, જાણો કોનું પલડું છે ભારે

આજે T20 વર્લ્ડકપ 2021ની ફાઈનલ રમાવાની છે. થોડા કલાકો બાદ સ્પષ્ટ થશે કે, આ વખતે કઈ ટીમ વર્લ્ડકપની ચેમ્પિયન બનશે. એરોન ફિન્ચની કેપ્ટનશિપમાં ઓસ્ટ્રેલિયા અને કેન વિલિયમસનની આગેવાનીમાં ન્યૂઝીલેન્ડ આમને-સામને આવશે.

Top Stories Sports
ઓસ્ટ્રેલિયા vs ન્યૂઝીલેન્ડ

આજે T20 વર્લ્ડકપ 2021ની ફાઈનલ રમાવાની છે. થોડા કલાકો બાદ સ્પષ્ટ થશે કે, આ વખતે કઈ ટીમ વર્લ્ડકપની ચેમ્પિયન બનશે. એરોન ફિન્ચની કેપ્ટનશિપમાં ઓસ્ટ્રેલિયા અને કેન વિલિયમસનની આગેવાનીમાં ન્યૂઝીલેન્ડ આમને-સામને આવશે. અત્યાર સુધી આ બન્ને ટીમ T20 વર્લ્ડકપ જીતવામાં સફળ રહી નથી, એટલે કે જે પણ ટીમ જીતશે તે પ્રથમ વખત ક્રિકેટનાં આ સૌથી ટૂંકા ફોર્મેટની ચેમ્પિયન બનશે.

આ પણ વાંચો – મહત્વના સમાચાર / રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યુ ખેલાડીઓનુ સન્માન,નીરજ ચોપરાને મળ્યો ખેલ રત્ન એવોર્ડ

આપને જણાવી દઇએ કે, આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે શરૂ થશે. જો કે ઓસ્ટ્રેલિયન ટીમે 2010માં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો પરંતુ તે વિજેતા બની શકી ન હોતી, ત્યારબાદ ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ખેલાડીઓનાં વર્તમાન ફોર્મ અને પ્રદર્શનને જોતા બન્ને ટીમો ઘણી મજબૂત દેખાઈ રહી છે. પહેલીવાર આ ટ્રોફી કોણ ઉઠાવી શકશે તે કહેવું ઘણું મુશ્કેલ છે. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ સેમિફાઇનલમાં બે ટીમો ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનને હરાવી ફાઈનલમાં જગ્યા બનાવી હતી. આ બન્ને વચ્ચેની મેચ પર નજર કરીએ તો T20માં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ કરતાં વધુ મેચ જીતી છે. કાંગારુઓએ આઠ અને કિવી ટીમે પાંચ મેચ જીતી છે. ભારતમાં 2016 T20 વર્લ્ડકપની સીઝનમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામસામે હતા. જેમાં કિવી ટીમે કાંગારૂઓને ધૂળ ચટાડી હતી. આ મેચનો હીરો મિશેલ મેકક્લેનેઘન હતો. જેણે શાનદાર બોલિંગ કરતા ત્રણ વિકેટ ઝડપી હતી. અગાઉ, બન્ને ટીમો 2015 માં ODI વર્લ્ડકપની ફાઈનલમાં આવી હતી, જ્યારે બન્ને પડોશીઓએ ટૂર્નામેન્ટની સહ યજમાની કરી હતી. જોકે, મેલબોર્નનાં મેદાન પર બ્રેન્ડન મેક્કુલમની ટીમ માઈકલ ક્લાર્કની ટીમ સામે હારી ગઈ હતી. તે મેચમાં ન્યૂઝીલેન્ડ 183 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું, જે બાદ ઓસ્ટ્રેલિયાએ સાત વિકેટે ટાઈટલ મેચ જીતીને પાંચમી વખત વર્લ્ડકપનો ખિતાબ કબજે કર્યો હતો. મેચમાં મિચેલ જોન્સન અને જેમ્સ ફોકનરે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી જ્યારે મિચેલ સ્ટાર્કે બે વિકેટ લીધી હતી.

આ પણ વાંચો – સંકેત / રવિ શાસ્ત્રીએ આપ્યા સંકેત વિરાટ કોહલી વન-ડે અને ટેસ્ટ ટીમની પણ કેપ્ટનશીપ છોડશે!

પ્રદર્શનમાં Cconsistency હોવા છતાં, ન્યૂઝીલેન્ડ અંડરડોગ તરીકે ફાઈનલમાં ઉતરશે અને જો કે કેપ્ટનને તેનાથી કોઇ ફરક પડશે નહી. કેન વિલિયમસને કહ્યું કે, તે ખરેખર અમારા માટે બહુ મહત્વ ધરાવતું નથી. અમે અમારા ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને એક ટીમ તરીકે સતત સુધારો કરવાનો પ્રયાસ કરીએ છીએ. વળી આજે યોજાનારી ફાઈનલ મેચમાં તમામની નજર ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટન એરોન ફિન્ચ પર પણ રહેશે. કારણ કે એરોન ફિન્ચે ન્યૂઝીલેન્ડ સામે T20 મેચમાં સૌથી વધુ 251 રન બનાવ્યા છે. જેમાં કિવી સામેની સાત ઇનિંગ્સમાં બે અડધી સદીનો સમાવેશ થાય છે. વળી, ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે નવ ઇનિંગ્સમાં 157.25નાં સ્ટ્રાઇક રેટથી 206 રન બનાવ્યા હતા અને ડેવિડ વોર્નરે સાત ઇનિંગ્સમાં 156.43નાં સ્ટ્રાઇક રેટથી કિવી ટીમ સામે 158 રન બનાવ્યા હતા.