Not Set/ RSSએ ઘડ્યું હતું જનરલ કરિઅપ્પાની હત્યાનું ષડયંત્ર ?

  એક અંગ્રેજી અખબારના ચોંકાવનારા અહેવાલ પ્રમાણે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘે(આરએસએસ) ભારતની આર્મીના તત્કાલીન જનરલ કરિઅપ્પાની હત્યાનું ષડયંત્ર કર્યું હતું.આ અખબારના અહેવાલ પ્રમાણે અમરિકાની ગુપ્તચર એજન્સી CIA દ્રારા જાહેર કરવામાં આવેલાં ડોક્યુમેન્ટ્સમાં આ ખુલાસો કરવામાં આવ્યો હતો.વર્ષ 2009માં CIA દ્વારા કેટલાંક દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા હતા,જેમાં તે વાતનો ખુલાસો થયો હતો કે આરએસએસએ ભારતીય સેનાને ભડકાવવાનું ષડયંત્ર રચ્યું હતું. એવું […]

Top Stories India
field marshal km cariappa 647 012816024840 RSSએ ઘડ્યું હતું જનરલ કરિઅપ્પાની હત્યાનું ષડયંત્ર ?

 

એક અંગ્રેજી અખબારના ચોંકાવનારા અહેવાલ પ્રમાણે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘે(આરએસએસ) ભારતની આર્મીના તત્કાલીન જનરલ કરિઅપ્પાની હત્યાનું ષડયંત્ર કર્યું હતું.આ અખબારના અહેવાલ પ્રમાણે અમરિકાની ગુપ્તચર એજન્સી CIA દ્રારા જાહેર કરવામાં આવેલાં ડોક્યુમેન્ટ્સમાં આ ખુલાસો કરવામાં આવ્યો હતો.વર્ષ 2009માં CIA દ્વારા કેટલાંક દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા હતા,જેમાં તે વાતનો ખુલાસો થયો હતો કે આરએસએસએ ભારતીય સેનાને ભડકાવવાનું ષડયંત્ર રચ્યું હતું.

એવું માનવામાં આવે છે કે 1950માં CIA  દ્રારા તૈયાર કરવામાં આવેલાં આ દસ્તાવેજમાં કેટલીક સ્ફોટક માહિતી છે. માનવામાં આવે છે કે તે સમયે દિલ્હીમાં CIAના કોઈ એજન્ટે આ જાણકારી અમેરિકાને મોકલી હશે.  દસ્તાવેજોમાંથી એવો પણ ખુલાસો થાય છે કે, તે સમયના ભારતીય સેનાના ચીફ કરિઅપ્પાના મર્ડરનું પણ ષડયંત્ર રચવામાં આવ્યું હતું.

સીઆઇએના દસ્તાવેજમાંથી મળતી માહિતી મુજબ જનરલ કરિઅપ્પાના તે સમયના પૂર્વ પંજાબની મુલાકાત કરવાના હતા. તે સમયે તેમની હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું. દસ્તાવેજમાં જણાવ્યા મુજબ, જનરલ કરિઅપ્પા દક્ષિણ ભારતીય હતા અને આરએસએસએ તેમની હત્યાના બહાને આર્મીમાં ઉત્તર-દક્ષિણ વિભાજનનું ષડયંત્ર રચ્યું હતું. જો કે દસ્તાવેજથી તે વાતનો ખ્યાલ નથી આવતો કે આ હત્યાથી આરએસએસનો ઉદ્દેશ શું હતો