BCCIએ તેના વાર્ષિક કેન્દ્રીય કરારની જાહેરાત કરી છે. આમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને A+માં ટોપ ગ્રેડમાં રાખવામાં આવ્યા છે. આ સાથે જ ટેસ્ટ ટીમમાંથી બહાર થયેલા ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેને પણ તકલીફ પડી છે. રહાણે અને પુજારાને નવા કેન્દ્રીય કરારની યાદીમાં ગ્રેડ Aમાંથી B ગ્રેડમાં ઉતારવામાં આવ્યા હતા. આ બંને ખેલાડીઓને શ્રીલંકા સામેની આગામી ટેસ્ટ શ્રેણીમાંથી પણ બહાર કરવામાં આવ્યા હતા.
જો કે, સૌથી મોટો ઘટાડો ઈજાગ્રસ્ત ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ગ્રેડમાં હતો, જેને લિસ્ટમાં ગ્રેડ A માંથી સીધો સીધો સી ગ્રેડમાં મોકલવામાં આવ્યો છે. આ સિવાય અનુભવી વિકેટ-કીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યા બાદ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ગ્રેડ Bમાંથી Cમાં મોકલવામાં આવ્યો છે, તેમ છતાં તેને એક વર્ષમાં એક કરોડ રૂપિયા મળશે.
અખિલ ભારતીય વરિષ્ઠ પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવેલી ભલામણના આધારે, બીસીસીઆઈની સર્વોચ્ચ કાઉન્સિલે બુધવારે ખેલાડીઓને રિટેન્શનની યાદી જાહેર કરી, BCCI ગ્રેડની ચાર શ્રેણીઓ છે જેમાં ‘A+’માં ખેલાડીઓને 7 કરોડ રૂપિયા આપવામાં આવે છે જ્યારે A, B અને C શ્રેણીના ખેલાડીઓને અનુક્રમે રૂપિયા 5 કરોડ, રૂપિયા 3 કરોડ અને રૂપિયા 1 કરોડ આપવામાં આવે છે.
ખેલાડીઓનો આ કેન્દ્રીય કરાર 1 ઓક્ટોબર, 2021 થી સપ્ટેમ્બર 2022 સુધીનો છે. કેન્દ્રીય કરાર મુજબ, A+ ગ્રેડમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી જ્યારે B ગ્રેડના 10માંથી પાંચ ખેલાડીઓને પડતા મૂકવામાં આવ્યા છે. જયારે બી ગ્રેડમાં વધારો કરવામાં આવ્યો છે. આ ગ્રેડમાં ખેલાડીઓની સંખ્યા 5 થી વધારીને સાત કરવામાં આવી છે. ઉપરાંત સી ગ્રેડમાં વધુ બે ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે માટે તેની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે.
ગ્રેડ એ પ્લસ: રોહિત શર્મા, વિરાટ કોહલી, જયપ્રીત બુમરાહ.
ગ્રેડ A: રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કેએલ રાહુલ, મોહમ્મદ શમી, ઋષભ પંત.
ગ્રેડ B: ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, શ્રેયસ અય્યર, મોહમ્મદ સિરાજ, ઈશાંત શર્મા.
ગ્રેડ C: શિખર ધવન, ઉમેશ યાદવ, ભુવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, દીપક ચહર, શુભમન ગિલ, હનુમા વિહારી, યુઝવેન્દ્ર ચહલ, સૂર્યકુમાર યાદવ, રિદ્ધિમાન સાહા, મયંક અગ્રવાલ.