Not Set/ video: સ્થાનિકોએ મહાનગરપાલિકા સામે મોરચો કાઢ્યો, ગંદકીથી સ્થાનિકો ત્રાહિમામ

સુરત, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ પ્રેમનગરના રહેવાસી આજરોજ સુરત મહાનગરપાલિકાની કચેરી ખાતે ગંદકી તેમજ પે- એન્ડ યુઝમાં માણસો ન હોવાને કારણે ગંદકીએ માજા મુકી હોવાના મુદ્દા સાથે મોરચો લઈને આવ્યા હતા અને સુરત મપના કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતુ. પાંડેસરા વિસ્તારમાં આવેલ પ્રેમનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં છેલ્લા 2 થી 3 મહિનાથી ભરૂચા મીલને અડીને આવેલ પે એન્ડ […]

Top Stories Surat Videos
mantavya 318 video: સ્થાનિકોએ મહાનગરપાલિકા સામે મોરચો કાઢ્યો, ગંદકીથી સ્થાનિકો ત્રાહિમામ

સુરત,

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ પ્રેમનગરના રહેવાસી આજરોજ સુરત મહાનગરપાલિકાની કચેરી ખાતે ગંદકી તેમજ પે- એન્ડ યુઝમાં માણસો ન હોવાને કારણે ગંદકીએ માજા મુકી હોવાના મુદ્દા સાથે મોરચો લઈને આવ્યા હતા અને સુરત મપના કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતુ.

પાંડેસરા વિસ્તારમાં આવેલ પ્રેમનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં છેલ્લા 2 થી 3 મહિનાથી ભરૂચા મીલને અડીને આવેલ પે એન્ડ યુઢ ટોયલેટમાં માણસ નથી અને ત્યાં ગંદકી એટલી ભયકર વધી ગઈ છે તેની દુર્ગધ ગલી- મહોલ્લામાં સુધી આવે ખાસ કરીને ત્યાં બાજુમાં આંગણવાડીમાં નાના- નાના ભુલકાઓ અભ્યાસ માટે આવતા હોય જેના લીધે જીવલેણ રોગનો ભોગ પણ બને છે.

લોકો દ્વારા ઉધના ઝોનમાં વારંવાર રજુઆત કરવા છતાં હજુ સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી,છેવટે આજરોડ કંટાળી પ્રેમનગરના રહેવાસીઓ મોરચો લઈને સુરત મહાનગર પાલિકા કચેરી ખાતે પહોચ્યા હતા અને સુરત મનપા કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતુ.