ગુજરાતના લોક ગાયક ગીતા રબારીએ PM મોદી સાથે મુલાકાત કરી હતી. PM સાથે મુલાકાત બાદ આ પ્રસિધ્ધ ગુજરાતી લોક ગાયક દ્રારા PM મોદીને બાળપણમાં મળ્યા હોવાનાં સંસ્મરણો વાગોળવામાં આવ્યા હતા. લોક ગાયક ગીતા રબારીએ જણાવ્યું હતું કે તેણી તેના પ્રથમ વખત બાળપણમાં PM મોદીને તેણીની શાળામાં મળ્યા હતા. શાળામાં ગીત ગાવા બદલ PM દ્રારા ત્યારે તેણીને 250 રુપિયાનું ઇનામ પણ આપવામા આવ્યું હતું. અને PM મોદીએ ગીતા રબારીને ત્યારે ગાવાની ખુબ પ્રેક્ટિસ કરવાની સલાહ પણ આપી હતી.
ગીતા રબારી દ્રારા વધુંંમાં જણાવવામા આવ્યું કે પોતે માલધારી સમાજમાંથી આવે છે. ગીતાના પિતાને જ્યારે બેટી બચાવ, બેટી પઠાવનું સરકારી પોસ્ટ કાર્ડ મળ્યું તેનાથી પ્રેરાય અને તેને શાળામાં દાખલ કરવામા આવ્યા હતા. આપને જણાવી દઇએ કે ગીતા રબારીએ પાંચમાં ધોરણમાં જ ગીતો ગાવાનું શરૂ કર્યું હતું. સાચા અર્થમાં લોક ગાયક કહી શકાય તેમ ગીતા દ્રારા કોઇ પણ પ્રકારનું સંગીત કે ગાયકીનું શિક્ષણ કે પ્રશિક્ષણ લેવામા આવ્યું નથી. બળપણથી જ ગીતો ગાતા ગીતા રબારી આજે તેણીનાં ઉમદા અવાજ સાથે ગુજરાતી લોક ગાયક તરીકેની એક અલગ ઓળખ બની ગયા છે.
ગીતા રબારી દ્રારા PM મોદી પર એક વિશેષ ગીત 2017 માં લખવામા આને ગાવામાં આવ્યું છે. ગીતા રબારી દ્રારા ગાવામા આવેલ PM મોદી માટે લખાયેલા ગીતને યુટ્યુબમાં 25 લાખ વ્યૂ મળ્યા છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.