Not Set/ વર્ષ ૨૦૧૯માં પ્રજાસત્તાક દિવસે ભારત આવી શકે છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

વોશીંગ્ટન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત-અમેરિકા વચ્ચેનો સંબંધ સુધારવા માટે ભારતનો પ્રવાસ કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવનારા પ્રજાસત્તાક દિવસે યોજાનારા કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે આમંત્રણ આપ્યું છે. દક્ષીણ અને મધ્ય એશિયા ક્ષેત્ર  મામલે મુખ્ય ઉપ સહાયક મંત્રી એલીસ વેલ્સે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બને દેશો વચ્ચે સકારત્મક દિશામાં સંબંધ આગળ વધે […]

Top Stories World Trending
plpl વર્ષ ૨૦૧૯માં પ્રજાસત્તાક દિવસે ભારત આવી શકે છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

વોશીંગ્ટન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત-અમેરિકા વચ્ચેનો સંબંધ સુધારવા માટે ભારતનો પ્રવાસ કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવનારા પ્રજાસત્તાક દિવસે યોજાનારા કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે આમંત્રણ આપ્યું છે.

દક્ષીણ અને મધ્ય એશિયા ક્ષેત્ર  મામલે મુખ્ય ઉપ સહાયક મંત્રી એલીસ વેલ્સે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બને દેશો વચ્ચે સકારત્મક દિશામાં સંબંધ આગળ વધે તે મામલાને પ્રદર્શિત કરવા માટે ભારતનો પ્રવાસ કરી શકે છે.

એલીસે કહ્યું છે કે હાલ તેમની પાસે એવી કોઈ માહિતી નથી કે આ પ્રવાસ ક્યારે કરવામાં આવશે.

મીડિયામાં ચાલી રહેલી ચર્ચા પરથી એવું લાગી રહ્યું છે કે આવતા વર્ષે પ્રજાસત્તાક દિવસ પર ડોનાલ્ડ ટ્રમ્પ આવી શકે છે.

તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૭માં વોશિગ્ટનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે પ્રથમ વખત મુલાકત થઇ હતી.

થોડા સમય પહેલા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથેની મુલાકાત ટ્રમ્પે કહ્યું હતું કે હું ભારતને પ્રેમ કરું છુ.મારા મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારા તરફથી શુભેરછા આપજો.