Gujarat/ એક તરફી પ્રેમનો વિચિત્ર કેસ, પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીની બાઇકમાં લગાવ્યું GPS પછી…

એક તરફી પ્રેમના કિસ્સાઓ તમે ઘણાં સાંભળ્યા હશે પણ આજે તમેં જે વાંચવા જઈ રહ્યાં છો તે કંઈક અલગ જ છે. તાજેતરમાં જ સુરતના કતારગામમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીનો ચોંકાવનારો કિસ્સો…

Top Stories Gujarat
Strange Case of Love

Strange Case of Love: એક તરફી પ્રેમના કિસ્સાઓ તમે ઘણાં સાંભળ્યા હશે પણ આજે તમેં જે વાંચવા જઈ રહ્યાં છો તે કંઈક અલગ જ છે. તાજેતરમાં જ સુરતના કતારગામમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નિકુંજ પટેલ નામના યુવકે તેની એક તરફી પ્રેમની એક્ટિવાની અંદર GPS લગાવી દીધું હતું. GPSના માધ્યમથી તે યુવતીનો પીછો કરતો અને ધાક ધમકીઓ આપતો હતો. યુવતીને અવાર નવાર સંબંધ બનાવવા માટે કહેતો હતો તેમજ મારી નાંખવાની ધમકી પણ આપતો હતો.

જણાવી દઈએ કે નિકુંજ પટેલ નામનો યુવક ઈન્ટાગ્રામના માધ્યમથી આ યુવતીને મળ્યો હતો. વાત વાતમાં તે પોતાના ઝાંસામાં ફસાવીને યુવતીને મળવા માટે બોલાવતો હતો. યુવક યુવતીને પ્રેમ સંબંધ બાંધવાનું કહેતો, જો સંબંધ નહીં બનાવે તો મારી નાંખવાની પણ ધમકીઓ આપતો હતો. હદ તો ત્યારે થઈ કે જ્યારે મોકાનો ફાયદો ઉઠાવીને યુવકે યુવતીની એક્ટિવામાં GPS સિસ્ટમ લગાવી દીધી, જે ટ્રેક કરીને તે યુવતીનો પીછો કરતો હતો અને હેરાન કરતો હતો. GPS ની પોલ ત્યારે ખુલી કે જ્યારે યુવતી પોતાની એક્ટિવાને સર્વિસ કરાવવા મિકેનિક પાસે ગઈ હતી. મિકેનિકે GPSની જાણ થતા યુવતીને જણાવ્યું હતું. જે બાદ યુવતીએ પોલીસને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસને કડકાઈથી જોતા નિકુંજ પટેલ સામે ગુનો નોંધી તેને પકડવાની તજવીજ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: Income Tax/BBC દિલ્હી ઓફિસમાં ઈન્કમટેક્સનો સર્વે, કર્મચારીઓના ફોન જપ્ત કરાયા

આ પણ વાંચો: વંદે ભારત ટ્રેન સફળ/પ્રથમ 8 વંદે ભારત ટ્રેનોમાં 99.97% ની સરેરાશ ઓક્યુપન્સી; ગાંધીનગર-મુંબઈ સૌથી વધુ લોકપ્રિય

આ પણ વાંચો: Pakistan/પાકિસ્તાનની પ્રથમ હિન્દુ મહિલા સિવિલ સર્વન્ટે ઇતિહાસ રચ્યો, પંજાબમાં બન્યા આસિસ્ટન્ટ કમિશનર