બેઠક/ PM મોદી G20ને લઇને કરી રહ્યા છે સમીક્ષા બેઠક

PM હવે G-20 સમિટની તૈયારીઓની સમીક્ષા કરવા મંત્રી પરિષદની બેઠક સુષ્મા સ્વરાજ ભવનમાં કરી રહ્યા છે

Top Stories India
1 5 PM મોદી G20ને લઇને કરી રહ્યા છે સમીક્ષા બેઠક

ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં આસિયાન-ઈન્ડિયા સમિટમાં ભાગ લીધા બાદ પીએમ મોદી ગુરુવારે  સાંજે દિલ્હી પરત ફર્યા છે, PM હવે G-20 સમિટની તૈયારીઓની સમીક્ષા કરવા મંત્રી પરિષદની બેઠક સુષ્મા સ્વરાજ ભવનમાં કરી રહ્યા છે.G20ને લઇને મોદીએ ખાસ સમીક્ષા બેઠક કરી રહ્યા છે કોઇપણ બાબતમાં કચાશ ન રહી જાય,સાથે તૈયારી કેલી છે તે અંગે વિસ્તૃત ચર્ચા હાલ બેઠકમાં ચાલી રહી છે.

વડાપ્રધાન મોદી બુધવારે  ઈન્ડોનેશિયા ગયા હતા. તેમણે ગુરુવારે કનેક્ટિવિટી, વેપાર અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જેવા ક્ષેત્રોમાં ભારત-આસિયાન સહયોગને મજબૂત કરવા માટે 12-પોઇન્ટની દરખાસ્ત રજૂ કરી હતી અને કોવિડ-19 રોગચાળા પછી નિયમો આધારિત વિશ્વ વ્યવસ્થા બનાવવાનું પણ આહ્વાન કર્યું હતું.

ઉલ્લેખનીય  છે કે ઇન્ડોનેશિયાની રાજધાનીમાં આયોજિત આસિયાન-ભારત સમિટમાં, પીએમ મોદીએ દક્ષિણ-પૂર્વ એશિયા-ભારત-પશ્ચિમ એશિયા-યુરોપને જોડતા મલ્ટી-મોડલ કનેક્ટિવિટી અને આર્થિક કોરિડોરની સ્થાપના માટે હાકલ કરી હતી. PMએ 12 મુદ્દાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

આ 12 મુદ્દાની દરખાસ્ત હેઠળ, વડા પ્રધાને આતંકવાદ, આતંકવાદને ધિરાણ અને સાયબર ડિસઇન્ફોર્મેશન સામે સામૂહિક લડત આપવા અને ગ્લોબલ સાઉથનો અવાજ ઉઠાવવાનું પણ આહ્વાન કર્યું હતું. ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સમિટમાં દરિયાઈ સહયોગ અને ખાદ્ય સુરક્ષા પરના બે સંયુક્ત નિવેદનો પણ અપનાવવામાં આવ્યા હતા.કોન્ફરન્સમાં તેમના સંબોધનમાં, PM એ કહ્યું, “મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની પ્રગતિ અને વૈશ્વિક દક્ષિણના અવાજને વિસ્તૃત કરવો એ બધાના સામાન્ય હિતમાં છે.” ગ્લોબલ સાઉથ એ શબ્દ છે જેનો ઉપયોગ લેટિન અમેરિકા, એશિયા, આફ્રિકા અને ઓશનિયાના પ્રદેશોને ઓળખવા માટે થાય છે.

ASEAN (એસોસિએશન ઑફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ) એ પ્રદેશમાં સૌથી પ્રભાવશાળી જૂથોમાંનું એક માનવામાં આવે છે. ભારત, અમેરિકા, ચીન, જાપાન અને ઓસ્ટ્રેલિયા સહિત અન્ય ઘણા દેશો તેના સંવાદ ભાગીદાર છે. તેમના ઉદ્ઘાટન સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે ભારતની ઈન્ડો-પેસિફિક પહેલમાં આસિયાન મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને નવી દિલ્હી તેની સાથે ખભે ખભા મિલાવીને કામ કરવા પ્રતિબદ્ધ છે,

 

અખંડ ભારત/ RSSના પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન: કહ્યું-“…પહેલા ‘અખંડ ભારત’ જોવા મળશે”

INDIA Vs BHARAT/ ‘દેશનું નામ બદલવા કરતાં G-20 વધુ મહત્વનું’, ઇન્ડિયા અને ભારત વિવાદ પર ચીનની વણમાગી સલાહ