શસ્ત્રો પકડાયા/ મોતના સોદાગરો પર પોલીસ ત્રાટકીઃ કારતૂસોના મોટા જથ્થા સાથે પાંચની ધરપકડ

અમદાવાદમાં તહેવારો પૂર્વે જ શસ્ત્રોનો મોટો જથ્થો પકડાતા પોલીસ ચોંકી ઉઠી છે. હવે આ શસ્ત્રો પકડાયા છે તો તેનો ઉપયોગ શેનો હતો

Ahmedabad Gujarat
Ahmedabad Ammunition મોતના સોદાગરો પર પોલીસ ત્રાટકીઃ કારતૂસોના મોટા જથ્થા સાથે પાંચની ધરપકડ

અમદાવાદઃ અમદાવાદમાં તહેવારો પૂર્વે જ શસ્ત્રોનો મોટો જથ્થો પકડાતા પોલીસ ચોંકી ઉઠી છે. હવે આ શસ્ત્રો પકડાયા Police raid છે તો તેનો ઉપયોગ શેનો હતો, અમદાવાદમાં કોઈ ગેંગવોરની તૈયારી ચાલી રહી છે કે શહેરમાં મોટાપાયા Ahmedabad News પર અશાંતિનું આયોજન છે, ભાંગફોડનું કાવતરું છે, તે બધા પાસા પર પોલીસ ચકાસણી કરી રહી છે.

તેમાં પણ જન્માષ્ટમીના તહેવારને દિવસે જ શહેરના વિશાલા હોટેલ વિસ્તારમાંથી પોલીસે માહિતીને આધારે કુલ છ આરોપીઓની ધરપકડ કરી હતી. તેમંની પાસેથી પોલીસે પોણા ત્રણ લાખની કિંમતના પિસ્ટલ, રિવોલ્વર અને કારતૂસનો Police raid મોટો જથ્થો કબજે કર્યો હતો. તહેવારમાં જ મોટી સંખ્યામાં શસ્ત્રો પકડાતા અમદાવાદ પોલીસ દોડતી થઈ ગઈ છે. આરોપીઓ કોઈ મોટી ભાગફોડને અંજામ આપવાના હોવાની શંકાને પગલે પોલીસતંત્ર દોડતુ થયું છે. તેમંની પાસેથી પોલીસે પોણા ત્રણ લાખની કિંમતના પિસ્ટલ, રિવોલ્વર અને કારતૂસનો મોટો જથ્થો  કબજે કર્યો હતો. રિક્ષાચાલક અને ફેરીયાના સ્વાંગમાં પોલીસે 36 કલાક સુધી રેકીને કેવી રીતે આ ઓપરેશન પાર પાડ્યું.

અમદાવાદ પોલીસની ઝોન 7ની લોકલ ક્રાઈમ બ્રાંચે માહિતીને આધારે વિશાલા હોટેલ પાસેના વિજય સેલ્સ શોરૂમ પાસેથી શાહનવાઝ ઉર્ફે શાનુ શેખની ધરપકડ કરી હતી. તેની પાસેથી પોલીસે એક પિસ્ટલ અને ત્રણ કારતૂસ કબજે કર્યા હતા.

પૂછપરછ બાદ પોલીસે તેના અન્ય સાગરિતો વટવામાં Police raid રહેતા સમીર પઠાણ, જમાલપુરના ફરાનખાન પઠાણ, ઉઝેરખાન પઠાણ, શાહરૂખખાન પઠાણ અને ઝૈદખાન પઠાણની ધરપકડ કરી હતી. પોલીસે તમામ આરોપીઓ પાસેથી નવ પિસ્ટલ, એક રિવોલ્વર, 61 કારતૂસ, ત્રણ મેગઝીન અને બે મોબાઈલ મળીને કુલ બે લાખ 65 હજાર 600નો મુદ્દાનાલ કબજે કર્યો હતો.

આરોપીઓ આ શસ્ત્રો મધ્યપ્રદેશના આફતાબ પાસેથી Ahmedabad News મેળવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કેટલીક પિસ્ટલ પર મેઈડ ઈન જાપાન અને યુએસએ લાખેલું છે. જોકે તમામ શસ્ત્રો ફેક્ટરી મેઈડ હોવાનું હાલની તપાસમાં જણાઈ રહ્યું છે. તે સિવાય આરોપીઓ શસ્ત્રો વેચાતા લીધા હોવાનું રટણ પોલીસ સમક્ષ કરી રહ્યા છે. બીજીતરફ Police raid જન્માષ્ટમીના તહેવારમાં જ શસ્ત્રો પકડાતા તેઓકોઈ મોટી ભાંગફોડ કરવાનો ઈરાદો ધરાવતા હોવાની શંકા પોલીસ નકારતી નથી. હવે પોલીસ પુછપરછમાં લાલ આંખ કરશે ત્યારે સાચી માહિતી બહાર આવશે. પોલીસે આરોપીઓને ઝડપી લેવા 36 કલાક સુધી રિક્ષાચાલક અને ફેરીયાના સ્વાંગમાં રેકી કરી હતી.

 

આ પણ વાંચોઃ વાલીઓ સાવધાન! / ભાવનગરમાં ઘર પાસે રમતા  પાંચ વર્ષના બાળકનું કરુણ મોત, જાણો કેવી રીતે ગયો માસૂમનો જીવ

આ પણ વાંચોઃ ગોઝારો અકસ્માત/અમદાવાદથી સુરત જતા પરિવારને નડ્યો અકસ્માત, સાસુ અને વહુનું ઘટના સ્થળે જ મોત

આ પણ વાંચોઃ Janmashtami 2023/કૃષ્ણના વિરહ બાદ રાધાનું શું થયું, જાણો શા માટે શ્રી કૃષ્ણએ રાધા સાથે લગ્ન ન કર્યા

આ પણ વાંચોઃ City Civil Court/બદનક્ષી કેસ મામલે કેજરીવાલના વકીલે કોર્ટમાં કહ્યું,યુનિવર્સિટી સ્ટેટ છે તે માનહાનિનો દાવો કરી શકે નહીં

આ પણ વાંચોઃ Illegal Electricity connection/વીજચોરને વિજિલન્સનો ‘કરંટ’: ઓરી ગામમાં વીજચોરી કરનારી મહિલાને સવા પાંચ લાખનો દંડ