Not Set/ જયંતિ ભાનુશાળી સામે દુષ્કર્મની ફરિયાદનો મામલો, વધુ સુનાવણી 7 ઓગસ્ટના રોજ હાથ ધરાશે

અમદાવાદ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ એમ.એલ.એ જયંતિ ભાનુશાળી પર નોંધાયેલી કથિત બળાત્કારની ફરિયાદના મામલે એક પછી એક નવા નવા વળાંક આવતાં રહે છે ત્યારે ફરી આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. જયંતિ ભાનુશાળીએ પોતાની સામે નોંધાયેલી ફરિયાદ રદ કરવા માટે કરેલી અરજીમાં હાઈકોર્ટમાં સુનાવણી હાથ આવી હતી. ફરિયાદ નોંધાવનાર પીડિતા ગુજરાત હાઇકોર્ટમાં હાજર રહી […]

Top Stories Gujarat Surat Trending
dfs 13 જયંતિ ભાનુશાળી સામે દુષ્કર્મની ફરિયાદનો મામલો, વધુ સુનાવણી 7 ઓગસ્ટના રોજ હાથ ધરાશે

અમદાવાદ

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ એમ.એલ.એ જયંતિ ભાનુશાળી પર નોંધાયેલી કથિત બળાત્કારની ફરિયાદના મામલે એક પછી એક નવા નવા વળાંક આવતાં રહે છે ત્યારે ફરી આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે.

જયંતિ ભાનુશાળીએ પોતાની સામે નોંધાયેલી ફરિયાદ રદ કરવા માટે કરેલી અરજીમાં હાઈકોર્ટમાં સુનાવણી હાથ આવી હતી. ફરિયાદ નોંધાવનાર પીડિતા ગુજરાત હાઇકોર્ટમાં હાજર રહી હતી. પીડિતાએ હાઇકોર્ટમાં સોગંદનામું કર્યું છે.

સોગંદનામાં ફરિયાદ આગળ ન લઇ જવાનો પણ ઉલ્લેખ કર્યો છે. એ સિવાય આ કેસમાં આગળ કાર્યવાહી નહિ કરવાનો પણ ઉલ્લેખ  સોગંદનામા કરવામાં આવ્યો છે. જયંતિ ભાનુશાળીના કેસમાં કોર્ટે સમાધાન મામલે પીડિતાને  કહ્યું હાજી વિચારી લો.

આ કેસ મામલે કોર્ટે 7 ઓગસ્ટ સુધીનો પીડિતાને સમય આપ્યો છે. કોર્ટે આ મામલે આઈઓને ચકાસણી કરવાનો આદેશ આપ્યો છે. આ કેસ મામલે હવે 7મી ઓગસ્ટે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

સુરતની એક યુવતીએ જયંતિ ભાનુશાલી સામે સરથાણા પોલીસ મથકે ફરિયાદ આપી હતી. આ મામલે હાલ સુરત ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી છે.

યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે ફેશન ડિઝાઇનિંગના કોર્ષમાં એડમિશન માટે તેણીના એક સગા મારફતે તેણીનો સંપર્ક જયંતિ ભાનુશાલી સાથે થયો હતો. જયંતિ ભાનુશાલીએ એડમિશન અપાવવાના બહાને તેને અમદાવાદ બોલાવી હતી અને ગાડીમાં બેસાડીને ગાંધીનગર તરફ લઈ ગયા હતા.

રસ્તામાં તેમણે ગાડી ઉભી રાખીને તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેનો બીભત્સ વીડિયો ક્લિપિંગ પણ ઉતારી લીધી હતી. આ ઉપરાંત અવાર નવાર તેણીને અમદાવાદ બોલાવી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.