Top Stories/ દિલ્હીની રોહિણી કોર્ટમાં ફાયરિંગ, ગેંગસ્ટર જિતેન્દ્ર ગોગી સહિત ત્રણના મોત

દિલ્હીની રોહિણી કોર્ટના પરિસરમાં શુકવારે બપોરે ફાયરિંગ થવા પામ્યું હતું. ફાયરિંગમાં ગેંગસ્ટર જિતેન્દ્ર ગોગી સહિત ત્રણ લોકોના મોત થયા છે.

Top Stories
rohini court દિલ્હીની રોહિણી કોર્ટમાં ફાયરિંગ, ગેંગસ્ટર જિતેન્દ્ર ગોગી સહિત ત્રણના મોત

દિલ્હીની રોહિણી કોર્ટના પરિસરમાં શુકવારે બપોરે ફાયરિંગ થવા પામ્યું હતું. ફાયરિંગમાં ગેંગસ્ટર જિતેન્દ્ર ગોગી સહિત ત્રણ લોકોના મોત થયા છે. ત્યારબાદ કોર્ટ પરિસરમાં પણ ફાયરિંગ થવા પામ્યું હતું જેમાં હુમલાખોરોને મારી નાંખવામાં આવ્યા છે.

11 196 દિલ્હીની રોહિણી કોર્ટમાં ફાયરિંગ, ગેંગસ્ટર જિતેન્દ્ર ગોગી સહિત ત્રણના મોત

દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, હુમલાખોરો વકીલના ડ્રેસમાં પરિસરમાં આવ્યા હતા. બે હુમલાખોરોએ ગેન્ગસ્ટર જિતેન્દ્ર ગોગી પર હુમલો કર્યો હતો. સ્પેશિયલ સેલની ટીમ જયારે જિતેન્દ્ર ગોગીને કોર્ટ રૂમમાં લઇ જતી હતી તે દરમિયાન આ ઘટના બનવા પામી હતી.

11 197 દિલ્હીની રોહિણી કોર્ટમાં ફાયરિંગ, ગેંગસ્ટર જિતેન્દ્ર ગોગી સહિત ત્રણના મોત

માનવામાં આવી રહ્યું છે કે, દિલ્હીની ટીલ્લુ ગેંગે જિતેન્દ્રની હત્યા કરી છે. જેમાં બે હુમલાખોરો પણ મોતને નીપજ્યા છે.જેમાંથી એક રાહુલ છે કે જેના પર 50 હજાર રૂપિયાનું ઇનામ લાગેલું હતું.