ધર્મ/ આ મંદિરમાં રાખવામાં આવ્યું છે દાયકાઓ જુના સંતનું ‘મમી’

દક્ષીણ ભારતના શ્રી રંગનાથસ્વામી મંદિર (શ્રીરંગમ, તિરુચીરાપલ્લી) માં પ્રસિદ્ધ સંત અને દાર્શનિક ગુરુ રામાનુજાચાર્યના અસલ શરીરને સુરક્ષિત રાખવામાં આવ્યું છે

Trending Dharma & Bhakti
12 12 આ મંદિરમાં રાખવામાં આવ્યું છે દાયકાઓ જુના સંતનું ‘મમી’

મમી શબ્દ પોતાની સાથે અનેક પ્રશ્ન લઇને આવે છે અને સાથે જ રહસ્ય પણ રહેલુ હોય છે. સવાલ એ થાય કે શું  ખરેખર કોઈના શરીરને હજારો વર્ષો સુધી સુરક્ષિત રાખી શકાય છે?  તો જવાબ છે હા  ભારતમાં જ  900 વર્ષ જુના એક સંતના મમીને મંદિરમાં સાચવી રાખવામાં આવ્યું છે.

દક્ષીણ ભારતના શ્રી રંગનાથસ્વામી મંદિર (શ્રીરંગમ, તિરુચીરાપલ્લી) માં પ્રસિદ્ધ સંત અને દાર્શનિક ગુરુ રામાનુજાચાર્યના અસલ શરીરને સુરક્ષિત રાખવામાં આવ્યું છે. તેમનું આ શરીર 900 વર્ષ જુનું  હોવાનું કહેવામાં આવે છે. જેના દર્શન માટે હજારો લોકો આવે છે.

હિંદુ ધર્મની ખાસ માન્યતા

વિશ્વના સૌથી પ્રાચીન ધર્મો માંથી એક છે હિંદુ ધર્મ. અને હિંદુ ધર્મમાં એક માન્યતા છે કે, માત્ર દુનિયા છોડવાથી જ વ્યક્તિને મુક્તિ નથી મળતી, પણ તેની આત્માનું પણ યોગ્ય રીતે મુક્ત થવું જરૂરી છે. એટલા માટે પુરા કર્મકાંડ સાથે શરીરના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. તો વળી મિશ્રના મમીની જેમ શરીરને સુરક્ષિત રાખવાની પરંપરા પણ આ ધર્મમાં છે. આ પરંપરા હેઠળ ગુરુ રામાનુજાચાર્યના શરીરને સુરક્ષિત રાખવામાં આવ્યું છે.

ગુરુ રામાનુજાચાર્ય

ગુરુ રામાનુજાચાર્ય એક ભારતીય દાર્શનિક, હિંદુ ધર્મશાસ્ત્રી, સમાજ સુધારક અને શ્રી વૈષ્ણવવાદ પરંપરાના સૌથી મહત્વના પ્રતિપાદકોમાંથી એક હતા. સાથે જ તેમના દાર્શનિક વિચારોએ ભક્તિ આંદોલનને વધુ પ્રભાવશાળી બનાવવાનું કામ કર્યું હતું.  જાણીને નવાઈ લાગશે કે ગુરુ રામાનુજાચાર્યના શરીરને સુરક્ષિત જાળવી રાખવા માટે ચંદનની પેસ્ટ અને કેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં કોઈ રસાયણ મિક્સ કરવામાં નથી આવ્યું. વર્ષમાં બે વખત કેસર સાથે કપૂરના મિશ્રણનો એક કોટ તેમના શરીર ઉપર કરવામાં આવે છે, જેના કારણે જ શરીરનો રંગ કથ્થાઇ  છે.

શરીર તેમની મૂર્તિ પાછળ રાખવામાં આવ્યું છે

ગુરુ રામાનુજાચાર્યનું અસલ શરીર તેમની મૂર્તિ પાછળ રાખવામાં આવ્યું છે અને બધા ભક્તોના દર્શન માટે ખુલ્લું છે. આંગળીઓના નખ ઉપરથી જાણી શકાય છે કે તે શરીર અસલી છે. તેમનું શરીર શ્રીરંગમ મંદિરની અંદર પાચમાં ચક્રની દક્ષીણ પશ્ચિમ ખૂણામાં રાખવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે, આ આદેશ પોતે ભગવાન રંગનાથે આપ્યો હતો.

એવી પણ માન્યતા છે કે, જયારે ગુરુ રામાનુજાચાર્યનો આ પૃથ્વી છોડીને જવાનો સમય નજીક આવી ગયો હતો, તો તેમણે તેના વિષે પોતાના શિષ્યોને જણાવી દીધું હતું. તેમણે પોતાના શિષ્યોને જણાવ્યું હતું કે, તે હવે ત્રણ દિવસ સુધી તેમની સાથે રહેશે. માનવામાં આવે છે કે, તેમણે તેમનો અંતિમ શ્વાસ ઈ.સ. 1137 પૂર્વમાં લીધો હતો.

દેશ અને વિદેશમાંથી લોકો તેમની મમીના દર્શનાર્થે જાય છે.