કચ્છ/ ભુજના જયશ્રીબા ગોહિલે KBC માં ભાગ લઈ જીતી આટલી રકમ

ભુજમાં મહેસુલ તંત્રમાં સબ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા જયશ્રીબાએ બિગ-બીના સવાલોના સમજી વિચારીને જવાબ આપવા સાથે ગીત ગાઈને સૌને મનોરંજન પણ પૂરું પાડ્યું હતું.

Gujarat Others Trending
sainya 7 ભુજના જયશ્રીબા ગોહિલે KBC માં ભાગ લઈ જીતી આટલી રકમ

ભુજ ખાતે મહેસૂલ શાખાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જયશ્રીબા ગોહિલે કોણ બનેગા કરોડપતિ શો માં ભાગ લઈ રૂ. 25 લાખની રકમ જીતી હતી.  કોન બનેગા કરોડપતિના શો માં પોતાના પ્રિય અભિનેતા સામે હોટ સીટ પર બેસવામાં સફળ થનારા ભુજના જયશ્રીબા ગોહિલે 7 લેવલ પાર કરીને હોટ સીટ પર બેસવાનો મોકો મળ્યો હતો અને કુલ 13 પ્રશ્નોના સાચા જવાબ આપીને જયશ્રીબા પાસે લાઇફલાઇન હોવા છતાં તેમણે ગેમ ક્વિટ કરી હતી.  અને આ જોઈને અમિતાભને પણ નવાઈ લાગી હતી.

ભુજમાં મહેસુલ તંત્રમાં સબ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા જયશ્રીબા એ બિગ-બીના સવાલોના સમજી વિચારીને જવાબ આપવા સાથે ગીત ગાઈને સૌને મનોરંજન પણ પૂરું પાડ્યું હતું. ઉપરાંત કચ્છના જલેબી, ફાફડા, ગાંઠીયા તો વખણાય છે. પરંતુ દાબેલી પણ ભુજવાસીઓને મનગમતી વાનગી છે તેવું કહેતાં જયશ્રીબાએ ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભને ગુજરાતમાં ભુજમાં આવવા અપીલ કરી હતી.

sainya 8 ભુજના જયશ્રીબા ગોહિલે KBC માં ભાગ લઈ જીતી આટલી રકમ

જયશ્રીબાએ સાડા બાર લાખ રૂપિયા માટે ગુજરાતના સમર્થ સર્જક મનુભાઈ પંચોલી દર્શક અંગે પ્રશ્ન પર તેમને પૂછવામાં આવ્યો હતો. ઉપરાંત 14મો પ્રશ્ન ભારતના સૌથી મોટા પતંગિયાનું નામ શું છે? તે પૂછવામાં આવ્યું હતું પરંતુ તે એક જવાબ માટે નિશ્ચિત ન હતા કારણ કે જુલાઈ માસમાં નવો પતંગિયુ શોધાયું હતું. આ 14મો સવાલ 50 લાખ રૂપિયાનો હતો અને તેમની પાસે એક લાઇફલાઇન પણ હતી. 50 લાખના સવાલનો સાચો જવાબ આપીને તેઓ સરળતાથી 15મા સવાલ સુધી પહોંચી શકતાં હતાં, જોકે જયશ્રીબાએ 14મો સવાલ ક્વિટ કર્યો હતો. આ સમયે તેમની પાસે ’50-50 લાઇફલાઇન’ પણ હતી. તો આ લાઇફલાઇનનો ઉપયોગ કરીને 50 લાખ રૂપિયા જીતી શક્યાં હોત. જોકે તેમને સાચો જવાબ ખબર જ ના હોવાથી તેમણે ગેમ ક્વિટ કરી હતી.

જાફરાબાદ / બેંકો લોન ન આપે તો ધારાસભ્યો અને સાંસદોનો સંપર્ક કરવો : સી આર પાટીલ

દીવ / નાગવા બીચ પર દૂર્ઘટના, પેરાગ્લાઇડિંગ દરમિયાન તૂટ્યું દોરડું, દંપતી હવામાં ફંગોળાયું

જેતપુર / પ્રેમીયુગલ હિના-આશિષને પ્રેમ તો ન મળ્યો, પરંતુ કર્યું એવું કે જેલની હવા ખાવાનો વારો આવ્યો

National / ED અને CBI ડાયરેક્ટરનો કાર્યકાળ વધારાયો, કેન્દ્ર સરકારે બે વટહુકમ બહાર પાડ્યા