Not Set/ ફરીથી પડદા પર રોમાંસ કરશે દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર, આ દિવસે રિલીઝ થશે મુવી

મુંબઇ, બોલિવૂડના રીલ લાઇફ ક્યુટ કપલ દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરના ચાહકો માટે સારા સમાચાર છે. ‘તમાશા’ કો-સ્ટાર ફરીથી સ્ક્રીન પર પાછા આવવા માટે તૈયાર છે. મળી રહેલ અહેવાલો મુજબ, બંનેએ એક રોમાન્સ ડ્રામા ફિલ્મ સાઈન કરી છે. જે આગામી વર્ષે 2020 માં રિલીઝ થશે. ટી-સીરિઝ ભૂષણ કુમાર લવ ફિલ્મ્સ સાથે મળીને ફિલ્મનું પ્રોડ્યુસ કરશે. […]

Uncategorized
hhb 13 ફરીથી પડદા પર રોમાંસ કરશે દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર, આ દિવસે રિલીઝ થશે મુવી

મુંબઇ,

બોલિવૂડના રીલ લાઇફ ક્યુટ કપલ દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરના ચાહકો માટે સારા સમાચાર છે. ‘તમાશા’ કો-સ્ટાર ફરીથી સ્ક્રીન પર પાછા આવવા માટે તૈયાર છે. મળી રહેલ અહેવાલો મુજબ, બંનેએ એક રોમાન્સ ડ્રામા ફિલ્મ સાઈન કરી છે. જે આગામી વર્ષે 2020 માં રિલીઝ થશે. ટી-સીરિઝ ભૂષણ કુમાર લવ ફિલ્મ્સ સાથે મળીને ફિલ્મનું પ્રોડ્યુસ કરશે.

Image result for Ranbir Kapoor Deepika Padukone

ગયા વર્ષે આ ફિલ્મને લઈને સમાચાર મળી રહ્યા હતા કે દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર ઉપરાંત એક્શન સ્ટાર અજય દેવગન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હવે, આવી રહેલ ન્યુ અપડેટનું માનવામાં આવે તો દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરએ આ ફિલ્મમાં હા ભરી છે અને આ ફિલ્મ આ વર્ષે ફ્લોર પર જશે. આગામી વર્ષમાં, ફિલ્મ ડિસેમ્બર 2020 માં રિલીઝ થશે.

Image result for Ranbir Kapoor Deepika Padukone

આપને જણાવી દઈએ કે હજુ સુધી મૂવીની ટીમ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. આ પહેલા, દીપિકા અને રણબીરે 2008 ના ‘બચના એ હસીનો’ માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ પછી, બંનેએ એકબીજા ડેટ કરવાનું શરૂ કર્યું પરંતુ રિલેશન વધુ ચાલ્યો નહોતો. બ્રેકઅપ પછી, બંનેની જોડી ફરીથી સાથે જોવા મળી અને ફિલ્મ ‘તમાશા’ ફિલ્મમાં શાનદાર રીતે કામ કર્યું. આ જોડીને એકવાત ફરી સાથે જોવી ચાહકો માટે એક ટ્રીટ છે.