Not Set/ ભારતીય ઝંડા જેવા દેખાતા પગલૂછણીયા મામલે એમેઝોને માંગી માફી, સ્વરાજનું આકરુ વણલ

નવી દિલ્હીઃ ઇ-કોમર્સ કંપની એમેઝોને ગુરુવારે ભારતીય ઝંડા જેવા દેખાતા અપમાનજનક ફૂટબોર્ડ( પગ લુછણીયા)ને પોતાની કેનેડાની વેબાસોઇટ પરથી હટાવી લીધું છે. અને આ મામલે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજના આકરા વલણના બાદ માફી પણ માંગી છે. પગલૂછણીયાને લઇને ગયા બુધવારે ભારતે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યાર બાદ કંપનીએ આ પગલુ ભર્યુ છે. પોતાની નારાજગી વ્યક્ત કરતા […]

Uncategorized
amazon box 650 ભારતીય ઝંડા જેવા દેખાતા પગલૂછણીયા મામલે એમેઝોને માંગી માફી, સ્વરાજનું આકરુ વણલ

નવી દિલ્હીઃ ઇ-કોમર્સ કંપની એમેઝોને ગુરુવારે ભારતીય ઝંડા જેવા દેખાતા અપમાનજનક ફૂટબોર્ડ( પગ લુછણીયા)ને પોતાની કેનેડાની વેબાસોઇટ પરથી હટાવી લીધું છે. અને આ મામલે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજના આકરા વલણના બાદ માફી પણ માંગી છે.

પગલૂછણીયાને લઇને ગયા બુધવારે ભારતે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યાર બાદ કંપનીએ આ પગલુ ભર્યુ છે. પોતાની નારાજગી વ્યક્ત કરતા વિદેશ મંત્રી સુષમા સ્વરાજે કંપનીને કહ્યું હતું કે, આ ઉત્પાદનોને હટાવીને બિન શરતી માફી માંગે, જો માફી નહિ માંગવામાં આવે તો એમેઝોનના કોઇ પણ અધિકારીને વિઝા નહિ આપવામાં આવે. તેમજ જે લોકોને વિઝા આપવામાં આવ્યા છે. તેમના વિઝા રદ્દ કરવામાં આવશે. તેમજ સુષમા સ્વરાજે  આ મામલે ભારતીય દૂતાવાસને પણ આ મામલે એમેઝોન કેનેડા સમક્ષ ઉઠાવવા માટે કહેવામાં આવ્યું છે.