Not Set/ સૈનિકના આરોપ બાદ BSF ના IG નો જવાબ તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં તેનાત બીએસએફ જવાન તેજ બહાદુર યાદવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ બીએસએફે આના પર સ્પષ્ટતા કરતા જમ્મુમાં બીએસએફના IG ડીકે ઉપાદ્યાયે કહ્યં હતું કે, આ અતિ સંવેદનશીલ મામલો છે અને મામલાની તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે. IGએ એ વાતને માની હતી અને કહ્યું હતું કે, બની શકે છે કે ઠંડીને લીધે જમવાનો […]

Uncategorized
bsf IG 10 01 2017 1484034937 storyimage સૈનિકના આરોપ બાદ BSF ના IG નો જવાબ તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં તેનાત બીએસએફ જવાન તેજ બહાદુર યાદવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ બીએસએફે આના પર સ્પષ્ટતા કરતા જમ્મુમાં બીએસએફના IG ડીકે ઉપાદ્યાયે કહ્યં હતું કે, આ અતિ સંવેદનશીલ મામલો છે અને મામલાની તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે.

IGએ એ વાતને માની હતી અને કહ્યું હતું કે, બની શકે છે કે ઠંડીને લીધે જમવાનો સ્વાદ સારો ના હોય પણ તેજ બહાદુરને છોડીને કોઇએ ફરિયાદ નથી કરી.

BSF ના IG એ સૈનિકના આરોપ પર કોઇ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવાની ના પાડી હતી. અને કહ્યું હતું કે, હાલમાં મામલાની તપાસ ચાલી રહી છે. અને કોઇ દોષી હશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. બીએસએફના રાજોરી રેંજના ડીઆજી બ્રિગેડિયર માનને આ મામલે તપાસનું કહેવામાં આવ્યુઁ છે. તપાસ દરમિયાન સૈનિકને લાઇન ઓફ કન્ટ્રેલથી અન્ય  જગ્યાએ શિફ્ટ કરવામાં આવશે.

સૈનિકે સોશિયલ મીડિયા દ્વારા સરકાર પાસે મદદની માંગ કરી હતી કે, જવાનોને ખરાબ ભોજન આપવમાં આવે છે. અધિકારીઓ ભ્રષ્ટાચારમાં ઓતપ્રોત છે. આ મામલે બીએસએફે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરી હતી કે, જવાનોને સારુ જમવાનું આપવામાં આવે છે.