Not Set/ કોંગ્રેસમાં સામિલ થઇ ‘અંગુરી ભાભી’

મુંબઇ, ‘અંગુરી ભાભી’ના નામથી લોકપ્રિય ટીવી અભિનેત્રી શિલ્પા શિંદે મંગળવારે કૉંગ્રેસમાં જોડાઈ ગઈ છે. મુંબઈ શિલ્પા શિંદે મુંબઈ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અને પાર્ટીના નેતા ચરણ સિંહ સાપરાની હાજરીમાં કોંગેસના જોડાઈ છે. શિલ્પા ‘બિગ બોસ 11’ ની વિજેતા રહી ચુકી છે અને તે ખૂબ લોકપ્રિય છે. શિલ્પા તેના વિવાદોને લઈને અવારનવાર ચર્ચામાં છવાયેલી રહે છે. ટીવી […]

India Entertainment
hhb 14 કોંગ્રેસમાં સામિલ થઇ 'અંગુરી ભાભી'

મુંબઇ,

‘અંગુરી ભાભી’ના નામથી લોકપ્રિય ટીવી અભિનેત્રી શિલ્પા શિંદે મંગળવારે કૉંગ્રેસમાં જોડાઈ ગઈ છે. મુંબઈ શિલ્પા શિંદે મુંબઈ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અને પાર્ટીના નેતા ચરણ સિંહ સાપરાની હાજરીમાં કોંગેસના જોડાઈ છે. શિલ્પા ‘બિગ બોસ 11’ ની વિજેતા રહી ચુકી છે અને તે ખૂબ લોકપ્રિય છે. શિલ્પા તેના વિવાદોને લઈને અવારનવાર ચર્ચામાં છવાયેલી રહે છે. ટીવી શો ‘ભાભીજી ઘર પર હૈ’થી ફેમસ થનારી શિલ્પાએ આ જ શોના પ્રોડ્યુસરના સાથે ઘણા વિવાદ થયા હતા. જેના પછી તેણે આ શો છોડી દીધો હતો.

વર્ષ 1999માં શરુ કર્યું હતું કરિયર….

શિલ્પા શિંદેએ 1999 માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. શિલ્પા શિંદેનો જન્મ 28 ઑગસ્ટ, 1977 ના રોજ મહારાષ્ટ્રના મધ્યવર્ગીય પરિવારમાં થયો હતો. તેમના પિતા ડો. સત્યદેવ શિંદે હાઇકોર્ટમાં જજ હતા, જ્યારે તેમની માતા ગીતા સત્યદેવ શિંદે હાઉસવાઈફ છે. શિલ્પાની બે મોટી બહેનો અને નાના ભાઈ છે. તે કેસી કૉલેજ, મુંબઇ ખાતે મનોવિજ્ઞાનના વિદ્યાર્થી હતા પરંતુ બેચલર ડિગ્રી મેળવવામાં નિષ્ફળ રહ્યા. તેના પિતા ઈચ્છતા હતા કે તે કાયદોનો અભ્યાસ કરે, પરંતુ તેને તેમાં રસ નહોતો.

પિતા ઈચ્છતા ન હતા કે શિલ્પા એક્ટિંગમાં આવે…

2013 માં, શિલ્પાના પિતા આલ્ઝાઇમર રોગથી મૃત્યુ પામ્યા હતા. તેના પિતા ઈચ્છા ન હતા ક શિલ્પા અભિનય કરે. શિંદેએ કહ્યું કે, ‘તેઓ ક્યારેય મને એક્ટિંગ કરતા જોવા માંગતા નહોતા, પણ જ્યારે મેં આગ્રહ કર્યો ત્યારે તેમણે મને એક વર્ષનો સમય આપ્યો અને હું એક અભિનેત્રી બની ગઈ.’