family suicide/ જૂનાગઢના વંથલીના સમગ્ર પરિવારની સામૂહિક આત્મહત્યા

રાજ્યમાં આત્મહત્યા અને સામૂહિક આત્મહત્યાના બનાવ એક પછી એક વધતા જાય છે. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં એક જ કુટુંબે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે.

Top Stories Gujarat
Joonagadh Suicide જૂનાગઢના વંથલીના સમગ્ર પરિવારની સામૂહિક આત્મહત્યા

જૂનાગઢઃ રાજ્યમાં આત્મહત્યા અને Family suicide સામૂહિક આત્મહત્યાના બનાવ એક પછી એક વધતા જાય છે. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં એક જ કુટુંબે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. સમગ્ર કુટુંબે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. આ ઘટનામાં પતિ,પત્ની અને દીકરાનું મોત નીપજ્યું છે. તેમા પણ દીકરીની સ્થિતિ ગંભીર હોવાથી તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વંથલી તાલુકાના સાંતલપુર ધાર ગામના Family suicide એક જ કુટુંબના ચાર સભ્યોએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. તેમા માતાપિતા અને દીકરાનું મોત નીપજ્યુ છે. જ્યારે દીકરીને ગંભીર સ્થિતિમાં સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલાઈ છે. તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તારણ મુજબ કુટુંબે કૌટુંબિક ઝગડાને લઈને આત્મહત્યા કરી છે. હવે પોલીસ તપાસ કરી રહી છે કે કયા પ્રકારનો આ કૌટુંબિક ઝગડો હતો, આ ઝગડો સામાજિક વિવાદ હતો કે જમીનનો મુદ્દો હતો. હવે જો આ વિવાદ હતો તો તેમા સામેના પક્ષકાર કયા છે, આ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Har Ghar Tiranga/પીએમ મોદીએ હર ઘર તિરંગા અંગે લોકોને અપીલ કરી, કહ્યુ- 13 થી 15 ઓગસ્ટ ઘર પર ત્રિરંગો ફરકાવો

આ પણ વાંચોઃ Video/સુરતમાં ધોળા દિવસે બેંકમાં હથિયાર સાથે ત્રાટકી ગેંગ, ફિલ્મી ઢબે 14 લાખની લૂંટ

આ પણ વાંચોઃ મારી માટી મારો દેશ/1971માં પાકિસ્તાનના એક જ રાતમાં દાંત ખાટા કરનાર માધાપરની વીરાંગનાઓને ગૃહમંત્રીએ કર્યું નમન

આ પણ વાંચોઃ પ્રસંશનીય કામગીરી/8 વર્ષના બાળકના પિતાનું સારવાર દરમિયાન મોત, સુરત પોલીસે પૂરી પાડી પરિવારની હૂંફ

આ પણ વાંચોઃ આઝાદી કા અમૃત મહોત્સવ/ભારત-પાકિસ્તાન સરહદ પરના ગામો દેશભક્તિના રંગે રંગાયા,ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને મારી માટી, મારો દેશ