road show/ PM મોદીનો દિલ્હીમાં રોડ શો, બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા

ભારતીય જનતા પાર્ટી (BJP) ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંસદ સ્ટ્રીટ પર પટેલ ચોકથી નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC) ના કન્વેન્શન સેન્ટર સુધી રોડ શો…

Top Stories India
National Executive Meeting

National Executive Meeting: ભારતીય જનતા પાર્ટી (BJP) ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંસદ સ્ટ્રીટ પર પટેલ ચોકથી નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC) ના કન્વેન્શન સેન્ટર સુધી રોડ શો કર્યો હતો. બાદમાં NDMC કન્વેન્શન સેન્ટર ખાતે ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઈ હતી. લગભગ એક કિલોમીટરના આ રોડ શો દરમિયાન રોડની બંને બાજુ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. રસ્તા પર વિવિધ સ્થળોએ ભાજપના ઝંડા, પોસ્ટર અને બેનરો લગાવવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ નડ્ડાના કટઆઉટ પણ ઘણી જગ્યાએ લગાવવામાં આવ્યા હતા. રોડ શોને લઈને પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

પટેલ ચોકથી ભાજપ કારોબારી કાર્યાલય સુધી ઉજવણીનો માહોલ હતો. રસ્તાની બંને બાજુ અલગ અલગ પ્લેટફોર્મ હતા, જેના પર કલાકારો ભારતીય સંસ્કૃતિની ઝલક દર્શાવતા નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી રહ્યા હતા. કેટલીક જગ્યાએ વડાપ્રધાનનું ઢોલ-નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકોએ ફૂલોની વર્ષા પણ કરી હતી. પીએમ મોદીએ પણ હાથ મિલાવીને લોકોનું સ્વાગત કર્યું. આ પહેલા ઉત્તરાખંડના ભાજપના કાર્યકરો અને કલાકારોએ પીએમ મોદીના રોડ શો પહેલા રાજ્યની સાંસ્કૃતિક ઝલક રજૂ કરી હતી. રોડ-શો પછી કાર્યકારિણી સ્થળ પર પહોંચતા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને વિદેશ પ્રધાન એસ જયશંકર પણ ભાજપના રોડ શો માટે દિલ્હીના NDMC કન્વેન્શન સેન્ટર પહોંચ્યા હતા. તો રોડ શોમાં મોટી સંખ્યામાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરોની ભાગીદારીને ધ્યાનમાં રાખીને, નવી દિલ્હી ટ્રાફિક પોલીસે સંસદ સ્ટ્રીટની આસપાસના કેટલાક રસ્તાઓને ટ્રાફિક માટે બંધ કરી દીધા છે. કેટલાક માર્ગો પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યા. લોકોને આ સમયગાળા દરમિયાન નવી દિલ્હીની આસપાસ આવવાનું ટાળવા અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી.

જણાવી દઈએ કે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બે દિવસીય બેઠક સોમવારે દિલ્હીના NDMC કન્વેન્શન સેન્ટરમાં શરૂ થઈ હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સૌપ્રથમ રાજ્ય મહાસચિવો દ્વારા સબમિટ કરેલા અહેવાલોની સમીક્ષા કરી હતી. સાંજે આ બેઠકમાં વડાપ્રધાન મોદી પણ હાજરી આપશે.

આ પણ વાંચો: poonch sector/પ્રજાસત્તાક દિવસ પહેલા આતંકવાદીઓનું કાવતરું નિષ્ફળ, 3 એકે રાઈફલ અને 10 ગ્રેનેડ મળ્યા