Not Set/ હિંદુ અને હિંદુસ્તાની પર ખતરાની શીવસેનાની વાત સાચી કે ખોટી?

શીવસેનાના અખબાર સામનામાં પ્રસિદ્ધ થયેલી વિગતો બાદ ચર્ચાતો મુદ્દો: બાંગલાદેશ કાશ્મીરમાં હિંદુઓ પર હુમલા સહિતના બાબતો અંગે સત્તાવાર મૌન કેમ? તેવો પ્રશ્ર્ન પ્રજા પણ પૂછી શકે

India Trending
હિંદુસ્તાન ખતરામાં હિંદુ અને હિંદુસ્તાની પર ખતરાની શીવસેનાની વાત

ભાજપ સાથે સતત ૨૫ વર્ષ કરતાં વધુ સમય ભાગીદારી નીભાવનાર અને સંબંધો રાખનાર અને અત્યાર સુધીના જેને એકમાત્ર હિંદુ આદ્ય સમ્રાટ કહી શકાય તેવા સદ્દગત બાળા સાહેબ ઠાકરેના પક્ષ શીવસેનાના મુખપત્ર સામનામાં કેન્દ્ર સરકાર અને સત્તાધારી પક્ષની કેટલીક બાબતો અને ખોટા પ્રચારનો જવાબ આપવાનો પ્રયાસ કરાયો છે. શીવસેનાના મુખપત્ર સામનાના શનિવારનાં અંકમાં લખાયું છે કે, શીવસેનાને હિંદુત્વનો પાઠ શીખવવા પ્રયાસ કરનારાઓના શાસનમાં હિંદુઓ તો શુ-શાસનમાં હિંદુઓ તો શું કોઈપણ સલામત છે ખરા? કાશ્મીરમાં આતંકવાદીઓ હિંદુ અને શીખોને લક્ષાંક બનાવી રહ્યા છે. ૨૦૦થી વધુ હિંદુ શીખ પરિવારો અન્ય રાજ્યોમાં હિજરત કરી ગયા છે. પાણીપુરી વેચનારા બિહારી શ્રમિકની હત્યા બાદ બિહારમાં પણ રોષ છે. બિહારમાં એક વખતના ભાજપના સાથીદાર એવા પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીને એવું કહેવું પડ્યું કે, અમને બિહારીઓને કાશ્મીર સોંપી છે. જો કે આ યોગ્ય વાત નથી છતાં બિહારી પ્રજાની વેદના તો છે જ. બાંગલાદેશમાં દુર્ગા પુજાની પંડાલો પર હુમલા થયા. હિંદુ સમાજના ઘણા લોકોના ઘર સળગાવી દેવાયા છતાં ભારતના વિદેશ મંત્રાલયે આ અંગે સત્તાવાર વિરોધ કરવાની તસ્દી લીધી નથી. સામનાએ એવી ટકોર કરી છે કે, મોદી સરકારને કાશ્મીર કે બાંગલાદેશનાં હિંદુઓની ચીંતા નથી ત્યાંથી આગળ વધીને સામનામાં એવું લખાયું છે કે, ૧૦૦ કરોડ લોકોને રસી અપાયાની બાબતને જાણે કે લાલ કિલ્લા પર તીરંગો ફરકાવતી વખતે જેવું પ્રવચન કરી સરકારની સિદ્ધીને બીરદાવનારા વડાપ્રધાનને સરહદની ચીંતા નથી. પાકિસ્તાનના કાશ્મીરમાં અટકચાળા અને અરૂણાચલ અને ઉત્તરાખંડની સરહદે ચીને ઉભા કરેલા થડકાર અંગે લોકો સમક્ષ વાત કેમ રજૂ કરાતી નથી? શીવસેનાના મુખપત્રમાં સામનામાં એક એવું વાક્ય લખાયું છે કે અત્યારે હિંદુઓ નહિ પરંતુ હિંદુસ્તાન ખતરામાં છે આ વાત જરાય ખોટી નથી.

jio next 5 હિંદુ અને હિંદુસ્તાની પર ખતરાની શીવસેનાની વાત સાચી કે ખોટી?
સામનાની આ વાતને કોમ અને સમાજની દ્રષ્ટિએ મૂલવવાને બદલે રાષ્ટ્રવાદના અભિગમથી મૂલવીએ તો એટલું કહેવું પડશે કે, આ વાત સાવ ખોટી નથી. પાકિસ્તાનની સાથે તુર્કીને ગ્રે લિસ્ટમાં મુકાયું તે નિયમ મુજબની ઘટના છે. કોઈ કુટનીતિ નથી. બીજું જમ્મુ કાશ્મીર અને બાંગલાદેશ અને દેશની સરહદા પર જે કાંઈ બનાવો બને છે તેનાથી સમગ્ર દેશ ચીંતામાં છે.
જે રીતે નેપાળના તત્કાલીન શાસકોએ એક વર્ષ પહેલાં સરહદી વિવાદ અને ભગવાન રામના જન્મ સ્થળ બાબતમાં જે વિવાદ જગાવેલો તે બાબતમાં સરકાર અને હિંદુત્વનો ઝંડો લઈને નીકળેલા નેતાઓએ મૌન સેવ્યું હતું તે હકિકત છે. નેતાઓ ન બોલે પછી ભક્તો તો ક્યાંથી બોલવાના હતા? જ્યારે ભલે નેપાળમાં શાસન પલ્ટા બાદ આ વિવાદ થોડો શાંત પડ્યો છે પણ ભારતના પ્રદેશોને પોતાના પ્રદેશ ગણાવવાની બાબતમાં કેમ નેપાળનાં શાસકોને કહેવાની તાકાત દેખાડાતી નથી? જવાબ હિંદુ રાષ્ટ્ર હોવાનો દાવો કરે છે. જો કે, માઓવાદી શાસન બાદ ત્યાં તેનું વલણ બદલાયું છે. નેપાળ સાથે નાનાભાઈ સાથે રખાય તેવો વહેવાર રાખો પણ લીપુલેખ સહિતના વિસ્તારોને પોતાના નકશામાં દર્શાવવા બાબત જવાબ કેમ મગાતો નથી.

phone 24 હિંદુ અને હિંદુસ્તાની પર ખતરાની શીવસેનાની વાત સાચી કે ખોટી?
૧૯૬૨માં ચીને પચાવી પાડેલી જમીન અંગે ભૂતકાળના શાસકોની ટીકા કરનારાઓનાં રાજમાં અરૂણાચલ અને ઉત્તરાખંડની સરહદ પર ચીને ઘુસણખોરી કરી છે લડાખમાં અવારનવાર ઘુસણખોરી કરે છે અને કમાન્ડર કક્ષાની વાટાઘાટોમાં આનો કોઈ ઉકેલ આવતો નથી તેનું શું? અરૂણાચલના અમૂક વિસ્તારોને ચીની ભાષામાં નામકરણ કરવા બાબતે માત્ર એકવાર વિરોધ દર્શાવી બેસી રહેવાથી શું વળવાનું હતું? પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં અને સરહદે પોતાના અટકચાળા ચાલું રાખ્યા જ છે, અને છેલ્લા દોઢ વર્ષમાં બે વખત પાકિસ્તાનમાં પનારે પડેલા જૂનાગઢના નવાબના વંશજો એ જૂનાગઢ પાકિસ્તાનનું હોવાનો દાવો કર્યો છે. તે અંગે સત્તાવાર રીએક્શન એટલે કે પ્રતિભાવ આપતા આપણા છપ્પનની છાતી વાળા હોવાનો દાવો કરનારા આપણા નેતાઓને કોની બીક લાગે છે?

અરુણાચલ સરહદેથી પાંચ ભારતીયોનું ચીની સેના દ્વારા અપહરણ કરાયું હોવાનો  કોંગ્રેસી ધારાસભ્યનો દાવો.
તાજેતરમાં વડાપ્રધાનના રાષ્ટ્ર જોગા પ્રવચનની જાહેરાત થઈ ત્યારે વડાપ્રધાન જમ્મુ કાશ્મીર, બાંગલાદેશ અને અરૂણાચલની પરિસ્થિતિ અંગે વડાપ્રધાન કશુંક બોલશે તેવી આશા હતી પરંતુ વડાપ્રધાને માત્ર ૧૦૦ કરોડ કોરોના વેક્સીનના ગુણગાન ગાયા. કોરોના સામે સાવધ રહેવાની અપીલ કરી થાળીઓ વગાડીને ઉભી કરેલી એક્તા જાળવી રાખવા અપીલ કરી પણ આ મહત્વના પ્રશ્ર્નો અંગે એક ઉલ્લેખ પણ થયો.

મોટાભાગના અખબારો’ય આ બાબતની નોંધ લઈ વેક્સીનેશન બાબતે પ્રચાર માટેજ આ રાષ્ટ્ર જોગું પ્રવચન હતું? તેવો પ્રશ્ર્ન પણ ઉભો કર્યો છે. ઉત્તરપ્રદેશના ભાજપ તરફે કુણી લાગણી ધરાવનારા એક અખબારે પણ લખ્યું છે કે પેટ્રોલ અને ડિઝલના ભાવ કોરોનાકાળમાં ૩૫થી ૪૦ ‚પિયા વધ્યા છે અને તેનાથી કરોડો ‚પિયાની વધારાની આવક સરકારને થઈ છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ પણ એ વાત જ કબુલ કરી છે કે, પેટ્રોલ ડિઝલની એક્સાઈઝ વેક્સીનેશનમાં વપરાઈ છે આનો સીધો અર્થ એ થયો કે આપણા પોતાના પૈસામાંથી જ આપણને મફત વેક્સીન આપવામાં આવી છે આને ઘણા લોકો કહે છે તે પ્રમાણે સિદ્ધી કહેવાય નહિ આ તો ઠીક છે પણ સરહદી સુરક્ષા બાબત ઢીલી નીતિ અપનાવાશે તો હિંદુસ્તાન પર ખતરો ઉભો થઈ શકે તેવી શીવસેનાના અખબાર સામનાએ ૧૩૪ કરોડ હિંદુસ્તાનીઓ વતી ઉઠાવેલો અવાજ સાવ પાયા વગરનો તો નથી જ?

T20 Cup / ભારતની હારની ઉજવણી કરતા પાકિસ્તાનીઓએ કર્યો હવાઈ ગોળીબાર, 12ના મોત 

T20 Cup / ભારતની હારની ઉજવણી કરતા પાકિસ્તાનીઓએ કર્યો હવાઈ ગોળીબાર, 12ના મોત 

મુન્દ્રાના ડ્રગ્સ કેસ / અફઘાનિસ્તાનથી મુન્દ્રા આવેલું ડ્રગ અહીં પહોચાડવાનું હતું ષડ્યંત્ર, બીજા પણ અનેક રહસ્યો થયા ઉજાગર

અત્યાચાર / અફઘાનિસ્તાનમાં શીખો પર અત્યાચાર,તાલિબાનોની નજર તેમની સંપતિ પર

National / સામાન્ય રીક્ષા ચાલક ને IT વિભાગે પાઠવી સાડા કરોડની નોટીસ, પછી…

Technology / જો કોમ્પ્યુટર કાચબાની જેમ ચાલતું હોય તો ગભરાશો નહીં, આ રીતે સ્પીડ વધારો

Tips / જો તમે કાર ચલાવવાનું શીખી રહ્યા છો, તો આ બાબતો ધ્યાનમાં રાખો