દુર્ઘટના/ મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં મોટી દુર્ઘટના, રેલ્વે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજનો એક ભાગ ધરાશાયી, કેટલાક લોકો ઘાયલ

બ્રિજની ઊંચાઈ લગભગ 60 ફૂટ હતી. એટલે કે 60 ફૂટની ઊંચાઈએથી લોકો પાટા પરથી નીચે પડી ગયા છે. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે.

Top Stories India
દુર્ઘટના

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં બલ્લારશાહ રેલ્વે સ્ટેશન પર દુર્ઘટના થઇ હોવા સમાચાર સામે આવ્યા છે અહીં  ફૂટ ઓવર બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો હોવાના અહેવાલ છે. ઘણા મુસાફરો પુલ પરથી લગભગ 60 ફૂટની ઊંચાઈએથી પાટા પર પડ્યા હતા. કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રિજની ઊંચાઈ લગભગ 60 ફૂટ હતી. એટલે કે 60 ફૂટની ઊંચાઈએથી લોકો પાટા પરથી નીચે પડી ગયા છે. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે. ઊંચાઈ 60 ફૂટ હોવાથી ઘાયલોમાંથી ઘણાની હાલત નાજુક હોઈ શકે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દુર્ઘટનામાં લગભગ 20 મુસાફરો ખરાબ રીતે ઘાયલ થયા છે. જેમાંથી ઘણાની હાલત નાજુક હોવાનું કહેવાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે કાઝીપેટ પુણે એક્સપ્રેસ પકડવા માટે ઘણા મુસાફરો પ્લેટફોર્મ નંબર 1 થી પ્લેટફોર્મ નંબર 4 તરફ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક આ પુલનો એક ભાગ તૂટી પડ્યો હતો. અકસ્માતમાં ઘાયલ મુસાફરોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આંધ્રપ્રદેશમાં ટ્રેનના કોચમાં આગ, મોટી દુર્ઘટના ટળી

બીજી તરફ આંધ્રપ્રદેશમાં પણ રેલ્વે સ્ટેશન પર જ મોટી દુર્ઘટના ટળી હતી. રાજ્યના ચિત્તૂર જિલ્લાના કુપ્પમ ખાતે એક ટ્રેનને રોકવામાં આવી ત્યારે અચાનક આગ લાગી હતી. ટ્રેનમાં અચાનક આગ લાગતાં નાસભાગ મચી ગઈ હતી. તમને જણાવી દઈએ કે બેંગલુરુથી કુપ્પમ જતી હાવડા એક્સપ્રેસના S9 એસી કોચમાં આગ લાગી હતી.લોકો પાયલોટની સૂચના પર ટ્રેનને કુપ્પમ સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. આ દરમિયાન તમામ મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા. મળતી માહિતી મુજબ કોઈ જાનહાની થઈ નથી.

આ પણ વાંચો: સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો જેલનો વાયરલ, 10 લોકો સેવામાં હાજર

આ પણ વાંચો:PM મોદી આજે કરશે ‘મન કી બાત’ આ મુદ્દા પર કરી શકે છે વાત

આ પણ વાંચો:ઉત્તર કોરિયાનું લક્ષ્ય વિશ્વની સૌથી મોટી પરમાણુ શક્તિ પ્રાપ્ત કરવાનું છે: કિમ જોંગ