વરણી/ ગુજરાત વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે શંકર ચૈાધરીની વરણી

આજે પ્રથમ સત્ર યોજાવવા જઇ રહ્યું છે ત્યારે આજે સત્રના પહેલા દિવસે વિધાનસભાના અધ્યક્ષની વરણી કરવામાં આવી હતી.

Top Stories Gujarat
8 4 4 ગુજરાત વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે શંકર ચૈાધરીની વરણી
  • શંકર ચૌધરી વિધાનસભાનાં અધ્યક્ષ બન્યાં
  • સર્વાનુમતે શંકર ચૌધરીને અધ્યક્ષ બનાવાયા
  • મુખ્યમંત્રીએ મુક્યો હતો અધ્યક્ષ તરીકે પ્રસ્તાવ
  • ઋષિકેશ પટેલે પ્રસ્તાવનું કર્યુ સમર્થન
  • ગૃહમાં જયશ્રીરામના નારા લાગ્યા
  • શંકર ચૌધરીની વિધાનસભા અધ્યક્ષ તરીકે વરણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ભવ્ય ઐતિહાસિક જીત મેળવ્યા બાદ આજે પ્રથમ સત્ર યોજાવવા જઇ રહ્યું છે ત્યારે આજે સત્રના પહેલા દિવસે વિધાનસભાના અધ્યક્ષની વરણી કરવામાં આવી હતી. સર્વાનુમતે શંકર ચૈાધરીને  વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટી કાઢયા છે. આ વિધાનસભાના અધ્યક્ષ અંગેનો પ્રસ્તાવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૂક્યો હતો અને આ પ્રસ્તાવનું સમર્થન ઋષિકેશ પટેલે કર્યુ હતું. હવે વિધાનસભાના નવા અધયક્ષ તરીકે શંકર ચૈાધરી કાર્યભાળ આજથી સંભાળશે.

ઉલ્લેખનીય  છે કે આજે એક દિવસ માટે વિધાનસભા સત્ર મળવા જઇ રહ્યું છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવ્યા બાદ  આજે એક દિવસ માટે  ટૂંકુ સત્ર મળશે. તમામ ધારાસભ્યોએ ગઇકાલે શપથ લીધા હતા,ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે પ્રોટેમ સ્પીકર તરીકે ચૂંટાયેલા 182 ધારાસભ્યોને સત્તાવાર રીતે શપથ લેવડાવ્યા હતા. સૌથી પહેલા મુખ્યમંત્રી  કેબિનેટ મંત્રી, રાજ્યકક્ષાના મંત્રી,  મહિલા ધારાસભ્યો, દંડક અને પછી બાકી રહેલા ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ ટૂંકા સત્રમાં ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા માટે વિધેયક 2022 રજૂ કરવામાં આવશે. આ વિધેયક આજે મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રજૂ કરવામાં આવશે.સરકાર દ્વારા વિધાનસભાની ચૂંટણી પૂર્વે જે વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો તેને કાયદાનું સ્વરૂપ આપવા આજે વિધાનસભા ગૃહમાં વિધેયક રજૂ કરવામાં આવશે.  આ બિલ એ સુધારા વિધેયક છે નવુ બિલ નથી.

Political/ કોંગ્રેસ હાઇકમાન્ડ ગુજરાત વિપક્ષના નેતા અંગે નિર્ણય લેશે, અર્જુન મોઢવાડિયા રેસમાં અગ્રેસર