અમદાવાદ/ રિલીફ રોડ પર આવેલ કોમ્પ્લેક્ષમાં લાગી આગ, લોકો અંદર ફસાયા હોવાની આશંકા

રિલીફ રોડ પર આવેલ રિલીફ સિનેમા સામેના કોમ્પ્લેક્સમાં આગનો બનાવ સામે આવ્યો છે. આગની ઘટનાની જાણ થતાં ફાયરની 7થી 8 ગાડી ઘટના સ્થર પર દોડી…

Top Stories Ahmedabad Gujarat
રિલીફ રોડ
  • અમદાવાદનાં રિલિફરોડ પર આગની ઘટના
  • આકાશ કોમ્પલેક્ષમાં આગની ઘટના
  • સાત ફાયર ફાઇટરે કરી બચાવ કામગીરી
  • આગને પગલે અફરાતફરીનો માહોલ
  • આગ પર મહાજહેમતે કાબુ મેળવાયો
  • કૂલિંગ પ્રેશરની પ્રક્રિયા હાથ ધરાઇ

રાજ્યમાં એક પછી એક આગની ઘટનાઓ  સામે આવી રહી છે. સુરત બાદ હવે અમદાવાદમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શહેરના  રિલીફ રોડ પર આવેલ રિલીફ સિનેમા સામેના આકાશ કોમ્પ્લેક્ષમાં આગનો બનાવ સામે આવ્યો છે. આગની ઘટનાની જાણ થતાં ફાયરની 7થી 8 ગાડી ઘટના સ્થર પર દોડી આવી હતી. આગ પર મહાજહેમતે કાબુ મેળવાય બાદ કૂલિંગ પ્રેશરની પ્રક્રિયા હાથ ધરાઇ છે.

આ પણ વાંચો :ભાવનગરમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની શોર્ટ ફિલ્મ ઓસ્કારની દોડમાં

આજે રવિવાર હોવાથી રિલીફ રોડ પર ભીડ ઓછી જોવા મળે છે નહીંતર ચોક્કસથી અહીં કોઇ મોટી દુર્ઘટના ઘટી હોત. જો કે, હજુ સુધી આ આગ કેમ લાગી તે પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

આ પણ વાંચો :મોબાઈલ બન્યો બોમ્બ, બાલાસિનોરમાં બેટરી ફાટતાં કિશોરના કપાયા હાથના ટેરવા

આ પણ વાંચો :કોરોનાના નવા વેરિયન્ટની સુરતમાં અસર, વિદેશથી આવેલા 119 લોકોને કરાયા ક્વોરેન્ટાઈન

આ પણ વાંચો : મેફેડ્રોન પાવડર મોકલનાર સપ્લાયર ઝડપાયો, પોલીસ નોંધ્યો ગુનો