ભારતની ધરતી પર જોવા મળતી જડીબુટ્ટીઓ અને ઔષધીય વનસ્પતિઓ (પરંપરાગત દવાઓ)ની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે. આફ્રિકન દેશો પણ આયુર્વેદિક અને પ્રાકૃતિક પદ્ધતિઓ દ્વારા દેશમાં થઈ રહેલી સારવારને અપનાવવા માંગે છે. આફ્રિકાના ગરીબ દેશો તેમના દેશમાં આયુર્વેદને સારવાર પદ્ધતિ તરીકે ફેલાવવા માંગે છે. કેન્યાના પૂર્વ વડાપ્રધાન રૈલા ઓડીંગા એ કેન્યામાં આયુર્વેદને વધુ સારી રીતે ફેલાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે પણ સહકાર માંગ્યો છે.
પુત્રીની સારવારથી ભૂતપૂર્વ પીએમ આશ્ચર્ય અને ઉત્સાહિત
વાસ્તવમાં કેન્યાના પૂર્વ વડાપ્રધાન રૈલા ઓડિંગા લાંબા સમયથી પોતાની પુત્રીની આંખોની સારવારને લઈને ચિંતિત હતા. દીકરીની દૃષ્ટિ સતત જઇ રહી હતી. વિશ્વના ઘણા દેશોમાં, સારવારથી કોઈ ફાયદો થયો ન હતો. જો કે, આ દરમિયાન તેમને આયુર્વેદ પદ્ધતિ વિશે જાણ થઈ. આ પછી તેઓ તેમની પુત્રીની સારવાર માટે ભારતના કેરળ રાજ્ય પહોંચ્યા. અહીં પહોંચ્યા પછી તેમની પુત્રીની સારવાર શરૂ થઈ. લગભગ ત્રણ અઠવાડિયાની સારવાર બાદ તેમની પુત્રીની સારવાર અંગે આશાનું કિરણ જાગ્યું હતું. બન્યું એવું કે ત્રણ અઠવાડિયાની સારવાર બાદ પૂર્વ વડાપ્રધાનની પુત્રીની આંખોની રોશની વધવા લાગી અને તેને દ્રષ્ટિમાં પણ ફરક દેખાવા લાગ્યો.
કેન્યામાં પણ આયુર્વેદથી સારવાર શરૂ કરીશુંઃ પૂર્વ પી.એમ
પૂર્વ પીએમ રૈલા ઓડિંગાએ જણાવ્યું કે તેઓ કેરળના કોચીમાં તેમની પુત્રીની આંખોની સારવાર માટે ભારત આવ્યા હતા. ત્રણ અઠવાડિયાની સારવાર બાદ તેની દૃષ્ટિમાં નોંધપાત્ર સુધારો થયો છે. તેણે કહ્યું કે મારા પરિવાર માટે તે એક મોટું આશ્ચર્ય છે કે અમારી પુત્રી લગભગ બધું જ જોઈ શકે છે. ઓડિંગાએ કહ્યું કે આ પરંપરાગત દવાઓના ઉપયોગથી આખરે તેની આંખોની રોશની પાછી આવી અને અમને ઘણો આત્મવિશ્વાસ મળ્યો. મેં આ ઉપચાર પદ્ધતિ (આયુર્વેદ) આફ્રિકામાં લાવવા અને દવા માટે સ્વદેશી છોડનો ઉપયોગ કરવા માટે પીએમ મોદી સાથે ચર્ચા કરી છે.
રોબોટિક કૅફે / અમદાવાદમાં રોબોટિક કૅફેની શરૂઆત, રોબોટ દ્વારા કરવામાં આવશે કૅફેનાં તમામ કામ
ગુજરાત / SPG ગ્રુપની આશીર્વાદ યાત્રા, પૂર્વ અધ્યક્ષ લાલજી પટેલ ગેરહાજર
National / ભાઈ રાહુલ ગાંધી માટે મારો જીવ પણ આપીશ : પ્રિયંકા વાડ્રા
Hijab Controversy / હિજાબ શું છે, ક્યારે અને શા માટે તેનું ચલણ શરૂ થયું, તે સૌથી પહેલા ક્યાં પહેરવામાં આવ્યું હતું
દેવી હરસિદ્ધિ / રાત્રે ઉજ્જૈનમાં અને દિવસે ગુજરાતના આ મંદિરમાં રહે છે આ દેવી, જાણો શું છે માન્યતા?