વડોદરા દુર્ઘટના/ CM ભૂપેન્દ્ર પટેલ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા વિધાર્થીઓની ખબર-અંતર પુછવા વડોદરા હોસ્પિટલ પહોંચ્યા

વડોદરાના હરણીના મોટનાથ તળાવમાં આજે હોડી પલટી જતા મોટી દુર્ઘના સર્જાઇ હતી, આ દુર્ઘટનામાં 12 વિધાર્થીઓ અને બે શિક્ષિકા સહિત કુલ 14 લોકોના મોત નિપજયા છે

Top Stories Gujarat
4 4 CM ભૂપેન્દ્ર પટેલ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા વિધાર્થીઓની ખબર-અંતર પુછવા વડોદરા હોસ્પિટલ પહોંચ્યા
  • મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલે વડોદરા એસ.એસ. હોસ્પિટલ ખાતે પહોચ્યા
  • હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા બાળકો અને શિક્ષકોના ખબરઅંતર પૂછ્યા
  • ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ સીએમ સાથે હોસ્પિટલ પહોંચ્યા

વડોદરાના હરણીના મોટનાથ તળાવમાં આજે હોડી પલટી જતા મોટી દુર્ઘના સર્જાઇ હતી, આ દુર્ઘટનામાં 12 વિધાર્થીઓ અને બે શિક્ષિકા સહિત કુલ 14 લોકોના મોત નિપજયા છે.હાલ બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.જે વિધાર્થીઓ આ દુર્ઘટનામાં બચી ગયા છે તેમને સારવાર અર્થે વહેલી તકે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા વિધાર્થીઓને ખબરઅંતર પુછવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એસએસ હોસ્પિટલમાં પહોચ્યા હતા. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વિધાર્થીઓને તબિયત પુછી હતી,તેમની સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ સાથે હતા તેમણે પણ વિધાર્થી અને શિક્ષકોની ખબર પુછી હતી.

5 4 CM ભૂપેન્દ્ર પટેલ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા વિધાર્થીઓની ખબર-અંતર પુછવા વડોદરા હોસ્પિટલ પહોંચ્યા

ઉલ્લેખનીય છે  કે ઉલ્લેખનીય વડોદરાની ન્યૂ સન રાઈઝ સ્કૂલના 82 વિદ્યાર્થીઓ મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા, જેમાંથી 23 વિદ્યાર્થી અને ચાર શિક્ષક નૌકાસવારી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક હોડીએ પલટી મારી જતા વિદ્યાર્થીઓ તળાવમાં ડૂબી ગયા હતા. ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક સ્થળ પર ટીમ દોડી આવી હતી. હાલ બાળકોને બચાવવાનું અભિયાન ચલાવાઈ રહ્યું છે