ગુજરાત/ ઈસુદાન ગઢવીનો લિકર ટેસ્ટ પોઝિટિવ, હવે શું થશે ?

જો કે લિકર રિપોર્ટ અંગે ઇસુદાન સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘હું દારૂ પીતો નથી.’ અને હું આ અંગે માનહાનિનો દાવો કરીશ.

Top Stories Gujarat Others Trending
ઈસુદાન ગઢવીનો લિકર ટેસ્ટ પોઝિટિવ, હવે શું થશે ?
  • આપ નેતા ઇસુદાનનો લીકર ટેસ્ટ પોઝિટિવ
  • આપ નેતાનો લીકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો
  • ઇન્ફોસિટી પો. સ્ટેશનમાં નોંધાશે ફરિયાદ
  • આપ નેતા ઇસુદાને પીધો હતો દારૂ
  • ભાજપની ઓફિસે કર્યો હતો હલ્લાબોલ

આપ નેતા ઈસુદાન ગઢવીના બ્લડ સેમ્પલ લિકર ટેસ્ટ માટે FSLમાં મોકલી આપવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ હવે આવી ગયો છે. આપ નેતા ઇસુદાન ગઢવીનો લિકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ઇસુદાન વિરુધ્ધ ઇન્ફોસિટી પોલીસ મથકે ફરીટાડ નોંધવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે પેપર લીક કૌભાંડ મુદ્દે આપ નેતાઓ અને કાર્યક્રતા દ્વારા કમલમ ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. અને તેમ ભાજપની મહિલા મોરચા દ્વારા ઇસુદાન વિરુધ્ધ દારૂ પી અને અભદ્ર વર્તન કરવાના આક્ષેપ કરવામાં આવી હરિ. અને તે અન્વયે ઇસુદાન વિરુદ્ધ ફિરયાદ નોંધાઈ હતી. અને તેમનો લિકર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જો કે અત્રે નોંધનીય છે કે ઇસુડાંનો પ્રાથમિક ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.

જો કે લિકર રિપોર્ટ અંગે ઇસુદાન સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘હું દારૂ પીતો નથી.’ અને હું આ અંગે માનહાનિનો દાવો કરીશ.

અત્રે નોંધનીય છે કે પેપર લીક કૌભાંડ મુદ્દે ભાજપ કાર્યાલય કમલમ ઉપર હલ્લાબોલ માં પોલીસ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં ભાજપની મહિલાઓ અને કાર્યકરોને આપના કાર્યકરો અને આગેવાનો દ્વારા માર મારવામાં આવ્યા અને છેડતી કરી હોવાના તથા અન્ય આક્ષેપો સાથે ફરિયાદ કરવામાં આવી હતી.  ૨૦ ડિસેમ્બરથી આપ  નેતાઓ જેલના સળિયા પાછળ હતા. ત્યારે 30 ડિસેમ્બરે ગાંધીનગર સેશન કોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા હતા.


દુર્ઘટના / હરિયાણામાં પહાડી સરકતા અનેક વાહનો સાથે 20-25 લોકો દટાયાની આશંકા, 3 મૃતદેહ મળ્યા

અમદાવાદ / મનસુખ માંડવિયાએ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર RT-PCR ટેસ્ટિંગ સેન્ટરની મુલાકાત લીધી

Ahmedabad / નવા વર્ષના સ્વાગતમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટને નખશીખ નવોઢાની જેમ શણગારવામાં આવ્યું

Destination Wedding / ડેસ્ટિનેશન વેડિંગ માટે આ છે બેસ્ટ પ્લેસ, આવશે રોયલ ફિલિંગ