@દિવ્યેશ પરમાર
Surat : સુરતના અમરોલી વિસ્તારમાં તેલના વિક્રેતાઓ ને ત્યાં તોડ કરવાના મામલામાં બે ઈસમો ઝડપાયા હતા.એક કથિત પત્રકાર બની તેમજ એક NGO ના નામે ધમકી મારી તોડ કર્યો હતો.જેમાં અત્યાર સુધી 5 જેટલા વેપારીઓ એ મળી કુલ 4.80 લાખ રૂપિયા આપ્યા હોવા છતાં વધુ રૂપિયા માંગતા પોલીસ ફરિયાદ કરાઈ હતી.વેપારીઓ ના તેલ ને બદનામ કરી માર્કેટ માં નામ ખરાબ કરવાની ધમકી આપી ખંડણી પેઠે રૂપિયા લીધા હતા.હાલ બને ને અમરોલી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
સુરત શહેરમાં અવારનવાર વિવિધ ધાકધમકી આપી લોકો સાથે તોડ થવાના કિસ્સાઓ વધી રહ્યા છે. તેવામા સુરત શહેરના અમરોલી વિસ્તારમાં ખાદ્ય તેલ ના વિક્રેતાઓને ત્યાં ધાકધમકી આપી બે ઈસમો દ્વારા રૂપિયા 4.80 લાખ નો તોડ કર્યો હતો.આ બને ઈસમો અલગ અલગ તેલની ફેકટરી પર જઈનેNGO નું કાર્ડ બતાવી તેમજ પત્રકાર હોવાનું જણાવી ફૂડ વિભાગમાં અરજી કરી તેલનું લેબ કરાવતા હતા.અને લેબના રિપોર્ટ આવે તે પહેલાં જ તે અન્ય વેપારીઓ પાસે જતા હતા અને કહેતા હતા કે આ કંપનીનું તેલ ખરીદવું નહીં કારણ કે તેના પર કેસ ચાલે છે.
જે તેલમાં ભેળસેળ કરે છે તેવું જણાવતા હોવાથી નાના વેપારીઓએ આ તેલના વિક્રેતાઓ પાસેથી તેલ ખરીદવાની બંધ કરી દીધું હતું.જેથી પાંચ જેટલા વેપારીઓ એ વેપાર માં નુકશાન જવાની ભીતિ થી બને ઈસમ હરીશ રાવત અને રણજિત સોલંકીને આ બધું બંધ કરવા માટે જણાવ્યું હતું. જેથી બંને એ 4.80 લાખ માંગ્યા હતા.અને પાંચ જેટલા વેપારીઓ એ રૂપિયા આપી દીધા હતા.જોકે ત્યારબાદ પણ વધુ રૂપિયાની માંગ કરી તેમણે વેપારીઓને બદનામ કરવાનું ચાલુ રાખ્યું હતું.
જેમાં હરીશ રાવત પોલીસ ફોકસ ન્યુઝ નામના પેપર નો પત્રકાર હોવાની ડંફાસ મારતો હતો.જ્યારે રણજીત સોલંકી માતૃભૂમિ NGOનો મંત્રી હોવાનું જણાવી બધાને ધમકી આપતો હતી.જેથી વેપારીઓ એ કંટાળી આખરે અમરોલી પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ ના આધારે ગુનો નોંધી બને ઈસમ હરીશ રાવત અને રણજીત સોલંકીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો:ગુજરાતના આરોપીઓ ચમકાવે છે જેલમાં હીરા, જાણો કેટલું કમાય છે દર મહીને
આ પણ વાંચો:યોગી સરકારની તર્જ પર ગુજરાત સરકારનો પરિપત્ર, સરકારી અધિકારીઓએ ફરજિયાત કરવી પડશે વાત
આ પણ વાંચો:સુરત પોલીસે અસામાજિક તત્વો સામે ઉગામ્યુ પાસાનું હથિયાર, 5 વર્ષમાં 3052 ઈસમો સામે કર્યા પાસા
