Not Set/ સુરેન્દ્રનગર પોલીસ ઉંધતી રહી..!! એક જ સપ્તાહમાં કોહવાઇ ગયેલી બીજી લીલાશ સગેવગે કરી નાખવામાં આવી..!!

સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસને જાણ કર્યા વગર કોહવાઇ ગયેલી એક જ સપ્તાહમાં બીજી લીલાશ સગેવગે કરી નાખવામાં આવી..!! લીંબડી સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિમાં હોવા કરતા પણ કાયદો અને વ્યવસ્થાની ગુમ હોવા જેવી ઘટના ઉપરાછાપરી સામે આવી રહી છે.  સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારની અવાવરું જગ્યા પર થી એકજ સપ્તાહ માં બે જુદા જુદા સ્થળે લાશો મળી આવેલ […]

Gujarat Others

સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસને જાણ કર્યા વગર કોહવાઇ ગયેલી એક જ સપ્તાહમાં બીજી લીલાશ સગેવગે કરી નાખવામાં આવી..!! લીંબડી સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિમાં હોવા કરતા પણ કાયદો અને વ્યવસ્થાની ગુમ હોવા જેવી ઘટના ઉપરાછાપરી સામે આવી રહી છે. 

સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારની અવાવરું જગ્યા પર થી એકજ સપ્તાહ માં બે જુદા જુદા સ્થળે લાશો મળી આવેલ છે. એક જ સપ્તાહમાં બે લાશો મળી  આવતા અને બંને લાશો ને પોલીસ ને જાણ કર્યા  વગર જ અગ્નિસંસ્કાર ના બનાવો  બનતા લોકોમાં ભયની લાગણી વ્યાપી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં અસામાજિક તત્વોના વધી રહેલા સામ્રાજ્યમાં હત્યાના બનાવો પણ સામાન્ય થઇ રહ્યા છે.

આપને જણાવી દઇએ કે, એક જ સપ્તાહમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વોટ્સપ ગ્રુપમાં કોહવાયેલી લાશ ફરતી હતી પણ  સુરેન્દ્રનગર જિલ્લાની એલ.સી.બી તેમજ એસ.ઓ.જી તથા સ્થાનિક ડી સ્ટાફ પોલીસ ઊંઘમાં હતી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબના ધ્યાને આવતા કોહવાઇ ગયેલી લાશ લીંબડી તાલુકાના કોઈ અવાવરું સ્થળ પર મળી આવેલ હોય તેવું એસ.પી ને જાણ થતાં તાત્કાલિક લીંબડી પોલીસને તપાસના આદેશો કરતાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ કરતા મરી જનાર ટ્રક ડ્રાઈવર હોવાનું માલુમ થયેલ હતું.પણ પોલીસ બનાવવા સ્થળ પર પહોંચી ત્યારે મૃતદેહની અંતિમવિધિ પણ પૂરી થઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews