માવઠાનો માર/ ભાવનગર કમોસમી વરસાદે ખેડૂતો ને રાત પાણીએ રોવડાવ્યા, ડુંગળી પર ફરી વળ્યું પાણી

ભાવનગર વરસાદના લઈને ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળી 50,000 ગુણી પડી જતા ખેડૂતો આગેવાનો અને ખેડૂતો ભાવનગર માર્કેટિંગ સેક્રેટરીને રજૂઆત કરવા ડેલીગેશન પહોંચ્યું હતું

Gujarat Others
ડુંગળી

ભાવનગરમાં કમોસમી વરસાદના કારણે  માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળી 50,000 ગુણી પર પાણી ફરી વળયું હતું. ત્યારે ડુંગળીને એક દિવસ સુકકવીને બીજે દિવસે હરાજી કરવામાં આવે તો યોગ્ય ભાવ મળે અને વેપારીને પણ નુકશાન ના થાય તે માટે માર્કેટિંગ યાર્ડ ખાતે હરરાજી બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ ખેડૂત આગેવાનોની ગેરસમજણ થતા ડેલીગેશન માર્કેટિંગ યાર્ડ કાર્યાલય પર સેક્રેટિને રજુઆત કરવા પહોંચ્યું હતું. અંતે ખેડૂત આગેવાનોને સમજાવીને મામલો થાળ પાડવામાં આવ્યો હતો.

ભાવનગર શહેર જિલ્લામાં સતત ચારથી પાંચ દિવસથી કમોસમી વરસાદ વરસી રહિયો છે  એક તરફ હવામાન ખાતાની આગાહીને લઈને રાજ્ય ભરમાં વરસાદ ધબડી રહ્યો છે ત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડ નેવું હજાર  ગુણી ડુંગળીની આવક થવા પામી હતી ત્યારે  સાંજના સમયે અચાનક કમોસમી વરસાદ  વરસતા ખેડૂતોની 25,000 જેવી ગુણી તેમજ  વેપારીઓની 2500 જેટલી ગુણી પળરી જવા પામી હતી ત્યારે માર્કેટિંગ યાર્ડ ખાતે હરરાજી બંધ રાખવામાં આવી હતી આજરોજ બપોરે ખેડૂત આગેવાનો સહિત ખેડૂતો ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે યાર્ડના સેક્રેટિ ને રજૂઆત કરવા પહોંચ્યા હતા.

ત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિએશનના પ્રમુખ દ્વારા જણાવમાં આવ્યું હતું કે માર્કેટિંગ યાર્ડ ખાતે સવારની ડુંગળી ની આવક શરૂ હતી ત્યારે અચાનક સાંજના સમયે કમોસમી વરસાદ વરસતા યાર્ડમાં  રહેલ 50,000 જેટલી ડુંગણી ની ગુણી પળરી જવા પામી છે  તેમાં મોટાભાગની ખેડૂતોની અને વેપારીઓની બંનેની ડુંગળીઓ પળરી હતી ત્યારે પલેરી ડુંગળીનો ભાવ યોગ્ય નહીં આવતા ડુંગળી ને એક દિવસ સુકકવીને  બીજે દિવસે હરાજી કરવામાં આવે તો ભાવપણ યોગ્ય મળે અને વેપારીને પણ નુકશાન નો જાય તે માટે ખેડૂતના નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ ખેડૂત આગેવાનોની ગેરસમજણ થતા ડેલીગેશન માર્કેટિંગ યાર્ડ કાર્યાલય ખાતે સેક્રેટિને રજુઆત કરવા પહોંચ્યા હતા ત્યારે અંતે ખેડૂત આગેવાનોને સમજાવીને મામલો થાળ પાડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:કમોસમી વરસાદે વિનાશ વેર્યો, ભૂપેન્દ્ર પટેલે કરી પાકના નુકસાનની સમીક્ષા

આ પણ વાંચો:અમદાવાદના વાતાવરણમાં પલટો, પવન સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ

આ પણ વાંચો:અંબાજી મંદિરના વિવાદ બાદ હવે પાવાગઢમાં શ્રીફળ લઈ જવા પર પ્રતિબંધ

આ પણ વાંચો:સુરતમાં વિસ્ફોટથી ઉડાવવામાં આવ્યો 85 મીટર ઉંચો કુલિંગ ટાવર, જુઓ કેવો આંખના પલકારે થયો ધરાશાયી