હવામાન વિભાગ/ અમદાવાદના વાતાવરણમાં પલટો, પવન સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ

ઠંડા પવનો, ધૂળ અને વરસાદ થયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચારથી પાંચ દિવસ સુધી ગુજરાત સહિત ભારતમાં કમોસમી વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ…

Top Stories Ahmedabad Gujarat
Weather of Ahmedabad

Weather of Ahmedabad: અમદાવાદ સહિત રાજ્યમાં દિવસ દરમિયાન ગરમી બાદ હવામાનમાં પલટો આવ્યો છે. અમદાવાદમાં શીલજ, નારણપુરા, સેટેલાઇટ, SG હાઇવે, જજ બંગલો, પ્રહલાદ નગર, જીવરાજપાર્ક, સોલા, ગોતા, રાણીપ, વૈષ્ણોદેવી, પ્રહલાદનગર, સરખેજ, વાસણા, અમરાઇવાડી, સીટીએમ, નિકોલ, નરોડા, બાપુનગર અને વાસણામાં પણ વરસાદ પડ્યો હતો. શહેરના મોટાભાગના વિસ્તારોમાં 11 થી 33 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. હવામાનમાં અચાનક આવેલા પલટાને કારણે તાપમાન 40 ડિગ્રીથી ઘટીને 36 ડિગ્રી થયું હતું. હવામાનમાં આવેલા પલટાને કારણે ગરમીમાંથી પણ થોડી રાહત મળી હતી. આગામી 24 કલાકમાં શહેર અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું આકાશ સાથે કમોસમી વરસાદની સંભાવના છે.

અમદાવાદમાં શનિવારે મહત્તમ તાપમાન 40.0 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સાંજે 6 વાગ્યા પછી આકાશ વાદળછાયું રહ્યું હતું, ત્યારબાદ ઠંડા પવનો, ધૂળ અને વરસાદ થયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચારથી પાંચ દિવસ સુધી ગુજરાત સહિત ભારતમાં કમોસમી વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદમાં હળવા પવનો ફૂંકાવાના અહેવાલ છે. આગામી 48 કલાકમાં તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો ઘટાડો થશે, આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ પડી શકે છે.બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરમાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સાયક્લોનિક સરક્યુલેશન વાદળછાયું આકાશ વચ્ચે વરસાદ આપી શકે છે. રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ખેડૂતોને તેમના પાકને સુરક્ષિત જગ્યાએ રાખવા સૂચના આપવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, શહેરના કેટલાક વિસ્તારોમાં ધૂળિયા વાતાવરણથી વાહનચાલકો પરેશાન થયા હતા. બીજી તરફ વડોદરાના સાવલી અને ડેસર તાલુકામાં પણ હવામાનમાં પલટો આવ્યો છે. વીજળીના ચમકારાથી ઘેરા વાદળો ઘેરાઈ ગયા. લણણી સમયે જોરદાર પવન આવવાથી આમરણ, એરંડા, જીરું, ઘઉં સહિતના પાકને નુકસાન થવાની ધારણા છે. વાતાવરણમાં બદલાવના કારણે સૌરાષ્ટ્રમાં કેરી, ઘઉં સહિતના પાકોને મોટું નુકસાન થવાની શક્યતા છે. કમોસમી વરસાદના કારણે ગામના ખેડૂતો માટે મુશ્કેલી ઉભી થઈ છે.

આ પણ વાંચો: TET/ હાશ! શિક્ષણ વિભાગે છેવટે TETની પરીક્ષા યોજવાની જાહેરાત કરી

આ પણ વાંચો: China Cash Reserve Ratio Cut/ ચીનની સ્વતંત્ર નાણાકીય નીતિઃ રોકડ રિઝર્વ રેશિયામાં ઘટાડો કર્યો

આ પણ વાંચો: Imran Khan Convoy Accident/ સુનાવણી માટે જઈ રહેલા ઈમરાન ખાનના કાફલાના વાહનો એકબીજા સાથે અથડાયા, ઘણા લોકો ઘાયલ