પરીક્ષા/ સુરતમાં બીકોમ સેમેસ્ટર-6ની પરીક્ષા ઓફલાઇન લેવાશે,પરીક્ષા ઓનલાઇન લેવાની માંગ કરતાં વિધાર્થી સંગઠન

ઓફલાઇન પરીક્ષા લેવાની માંગ કરતા વિધાર્થીઓ

Gujarat
surat student સુરતમાં બીકોમ સેમેસ્ટર-6ની પરીક્ષા ઓફલાઇન લેવાશે,પરીક્ષા ઓનલાઇન લેવાની માંગ કરતાં વિધાર્થી સંગઠન

રાજ્યમાં કોરોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થતાં  વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીએ જુલાઈમાં બીકોમ સેમેસ્ટર 6ની પરીક્ષા ઓફલાઈન લેવાનો નિર્ણય કર્યો હતો. જોકે, ગુજરાત સ્ટુડન્ટ યુનિયન અને સત્યમેવ જયતે ગૃપ દ્વારા પરીક્ષા ઓનલાઈન લેવાની રજૂઆત કરવામાં આવી હતી.

કોરોનાની બીજી લહેર હવે મંદ પડી રહી છે તેને ધ્યાનમાં લઇને શૈશણિક સંસ્થાઓ પરીક્ષા લેવાનું આયોજન કરી રહી છે. સુરતની નર્મદ યુનિવર્સિટી દ્વારા બીકોમની સેમેસ્ટરની ઓફલાઇન પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે ત્યારે વિધાર્થીઓએ ઓનલાઇન પરીત્રા લેવાની માંગ કરી છે.  ગુજરાત સ્ટુડન્ટ યુનિયન અને સત્યમેવ જયતે ગૃપે પરીક્ષા ઓનલાઇન લેવાની કુલપતિને રજૂઆત કરી હતી. સુરતમાં કોરોના સંક્રમણ ઘટતા યુનિવર્સિટીએ ઓનલાઈનની જગ્યાએ ઓફલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો.

સ્ટુડન્ટ યુનિયન સુરત શહેર પ્રમુખ ચિંતન સંઘાણીએ જણાવ્યું હતું કે, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરવામાં આવી કે, યુનિવર્સિટી દ્વારા જુલાઈમાં બી.કોમ સેમેસ્ટર-6ની પરીક્ષા ઓફલાઈન લેવાશે. જોકે, આ પરીક્ષા ઓફલાઈનની જગ્યાએ ઓનલાઈન લેવામાં આવે. તો બીજી તરફ આ મુદ્દે ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લેવા કુલપતિએ જણાવ્યું હતું.

સત્યમેવ જયતે ગૃપના શહેર પ્રમુખ ભાવેશ કેવડિયાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોરણ-10 અને 12ની પરીક્ષાઓ રદ કરી શકે તો યુનિવર્સિટીના કુલપતિ કેમ નહીં. બીકોમ સેમેસ્ટર 6 અને બાકીના ફેકલ્ટીની પરીક્ષા માટે ઓનલાઈન લેવામાં આવે. આ સાથે જ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે તો ઠીક અને બીકોમના વિદ્યાર્થીઓ માટે જે ખાલી ઓફલાઈન સિસ્ટમ મૂકવામાં આવે તો આ ખોટું છે. કાં તો પરીક્ષા રદ કરવામાં આવે કાં તો ઓનલાઈન પરીક્ષામાં લેવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે. જો આ મુદ્દે યુનિવર્સિટીના કુલપતિ કોઈ યોગ્ય નિર્ણય ન લેતો આગામી દિવસોમાં સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું.