Not Set/ અમદાવાદ/ હવે કોરોનાની ઝપટમાં આવ્યા શાહીબાગ સ્વામિનારાયણ મંદરિનાં 28 સંતો-કર્મચારીઓ

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. હવે આ વાયરસે મંદિરમાં પણ પ્રવેશ કરી દીધો છે. જી હા અહી વાત અમદાવાદના શાહીબાગ BAPS સંસ્થાના સ્વામિનારાયણ મંદિરની થઇ રહી છે. અહી સંતો-કર્મચારીઓ સહિત 28 કોરોનાની ઝપટમાં આવી ગયા છે.  આપને જણાવી દઇએ કે, AMC નાં માસ સેમ્પલિંગ ઝુંબેશ હેઠળ મંદિર સંસ્થાનાં 150 લોકોનાં સેમ્પલ લેવાયા હતા. જેમા કેટલાક […]

Ahmedabad Gujarat
c25fed981ed0ab47f5f5609d103b5200 અમદાવાદ/ હવે કોરોનાની ઝપટમાં આવ્યા શાહીબાગ સ્વામિનારાયણ મંદરિનાં 28 સંતો-કર્મચારીઓ
c25fed981ed0ab47f5f5609d103b5200 અમદાવાદ/ હવે કોરોનાની ઝપટમાં આવ્યા શાહીબાગ સ્વામિનારાયણ મંદરિનાં 28 સંતો-કર્મચારીઓ

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. હવે આ વાયરસે મંદિરમાં પણ પ્રવેશ કરી દીધો છે. જી હા અહી વાત અમદાવાદના શાહીબાગ BAPS સંસ્થાના સ્વામિનારાયણ મંદિરની થઇ રહી છે. અહી સંતો-કર્મચારીઓ સહિત 28 કોરોનાની ઝપટમાં આવી ગયા છે. 

આપને જણાવી દઇએ કે, AMC નાં માસ સેમ્પલિંગ ઝુંબેશ હેઠળ મંદિર સંસ્થાનાં 150 લોકોનાં સેમ્પલ લેવાયા હતા. જેમા કેટલાક સાધુ-સંતો કોરોના પોઝિટિવ આવતા તેમને કોવિડ સેમ્ટરમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક દર્દીઓ ક્વોરન્ટાઇન થયા છે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા જ્યાં વધુ લોકો કામ કરતા હોય કે એકત્ર થતા હોય તેવા સ્થળો પરથી તમામનાં ટેસ્ટ કરાવવા ઝુંબેશ શરૂ કરાઇ છે. જે અંતર્ગત હેલ્થ વિભાગની ટીમ દ્વારા છેલ્લા બે દિવસથી શાહીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતેથી સંતો, મંદિરનાં જુદા જુદા વિભાગમાં કામ કરતા કર્મચારીઓ વગેરેનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. 150 લોકોનાં સેમ્પલમાંથી 28 નાં કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. કેટલાક સાધુ-સંતો પોઝિટિવ આવતા કોવિડ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક દર્દી ક્વોરન્ટાઇ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.